Aapnu Gujarat
રાષ્ટ્રીય

દાર્જિલિંગમાંથી ફોર્સ પરત ખેંચવા કેન્દ્રને મંજુરી મળી

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લામાં તૈનાત સેન્ટ્રલ આર્મ્ડ પાર્લામેન્ટરી ફોર્સ (સીએપીએફ)ની ૧૫ કંપનીઓ પૈકીની સાત કંપનીઓને પરત ખેંચવા કેન્દ્ર સરકારને મંજુરી આપી દીધી છે. કેન્દ્ર સરકારે દળોને પરત ખેંચવા માટે અપીલ કરી હતી જેથી હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી ફરજ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની બેંચે કોલકાતા હાઈકોર્ટના આદેશ સામે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર એક સપ્તાહની અંદર જવાબ આપવા માટે પશ્ચિમ બંગાળ સરકારને આદેશ કર્યો હતો. કોલકાતા હાઈકોર્ટે અગાઉ આદેશ કરતા કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં અર્ધલશ્કરી દળોની તમામ ૧૫ કંપનીઓને જાળવી રાખવામાં આવે તે જરૂરી છે. કોર્ટ આ સમગ્ર મામલામાં વધુ સુનાવણી ૨૭મી નવેમ્બરના દિવસે હાથ ધરનાર છે. કોલકાતા હાઈકોર્ટે હિંસાગ્રસ્ત દાર્જિલિંગ પહાડી જિલ્લામાંથી સીએપીએફની વાપસી ઉપર સ્ટે મુકી દીધો હતો. કારણ કે, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી હતી. સીએપીએફની ચાર વધારાની કંપનીઓ આ પ્રદેશમાં ગોઠવવામાં આવી હતી. હાઈકોર્ટે ૧૪મી જુલાઈના દિવસે કેન્દ્ર સરકારને વધારાની સંખ્યામાં જવાનોને પરત ખેંચવા રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત-હિમાચલમાં ચૂંટણી હોવાથી આ દળોની તૈનાતી કરવામાં આવનાર છે. બંગાળ સરકારે લેખિતમાં કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલ દલીલો આધારવગરની છે.

Related posts

प्रियंका गांधी पार्टी अध्यक्ष के लिए सबसे उपयुक्त हैं : थरूर

aapnugujarat

યોગી સરકારે યુપીકોકા બિલને મંજુરી આપી

aapnugujarat

દિલ્હીમાં પૌત્રે પોતાની દાદીની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1