Aapnu Gujarat
રમતગમત

પાંચમી વનડેમાં ભારતની ૭ વિકેટે જીત : રોહિત છવાયો

નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે પ્રવાસી ઓસ્ટ્રેલિયા ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણી ઉપર ૪-૧થી કબજો જમાવી લીધો હતો.
મેન ઓફ દ મેચ તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી હતી. રોહિતે ઓસ્ટ્રેલિયાનો બોલરોને મેદાનની ચારેબાજુ ફટકારીને ૧૦૯ બોલમાં ૧૧ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૧૨૫ રન બનાવ્યા હતા. આ ઉપરાંત રહાણેએ ૬૧ રન ફટકાર્યા હતા. ભારત તરફથી તમામ ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. કોહલી ૩૯ રન કરીને આઉટ થયો હતો. જીતવા માટેના જરૂરી ૨૪૩ રન ભારતે ૪૨.૫ ઓવરમાં બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાએ અગાઉ નવ વિકેટે ૨૪૨ રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી નિયમિતગાળામાં વિકેટો પડતા રન થયા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ વોર્નરે ૫૩ રન બનાવ્યા હતા.

Related posts

વન-ડેમાં વિરાટ સર્વકાલીન સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન છે : માઇકલ ક્લાર્ક

aapnugujarat

भारत-पाक क्रिकेट संबंध दोनों देशों के PM की मंजूरी से जुड़ा विषय : गांगुली

aapnugujarat

ભારત અને ઇંગ્લેન્ડ વર્લ્ડકપ જીતવાના પ્રબળ દાવેદાર : યુવરાજસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1