Aapnu Gujarat
બિઝનેસ

GSTની વિક્રમી આવક, માર્ચમાં 1.78 લાખ કરોડ મળ્યાં

નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન, વાર્ષિક ધોરણે 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલયે આજે સોમવારે જણાવ્યું હતું કે, ઘરેલુ વ્યવહારોમાં વધારો થવાને કારણે માર્ચમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન વધ્યું છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ બીજો માસિક ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન છે. એપ્રિલ 2023માં અત્યાર સુધીનું સૌથી વધુ 1.87 લાખ કરોડ રૂપિયાનું ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન નોંધાયું હતું.

2023-2024ના વર્ષે આટલી કમાણી કરી

માર્ચમાં કલેક્શનમાં વધારા સાથે, સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 20.14 લાખ કરોડ રૂપિયા થવા પામ્યું છે. જે પાછલા નાણાકીય વર્ષ 2022-23 કરતાં 11.7 ટકા વધુ છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું, જે એક વર્ષ અગાઉ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ હતું.

નાણાં મંત્રાલયે આપી જાણકારી

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માર્ચ 2024 માટે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની કુલ આવકમાં વાર્ષિક ધોરણે 11.5 ટકાના વધારા સાથે 1.78 લાખ કરોડ રૂપિયાનું બીજીવાર સૌથી વધુ આવક થવા પામી હતી. સ્થાનિક વ્યવહારોમાં 17.6 ટકાના વધારાને કારણે કર વસૂલાતમાં આ ઉછાળો નોંધાયો હતો. માર્ચ મહિનામાં રિફંડ ચૂકવ્યાં પછી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની ચોખ્ખી આવક રૂ. 1.65 લાખ કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા કરતાં 18.4 ટકા વધુ છે.

Related posts

ભારતમાંથી ખાંડની ૭૨.૩ મિલિયન ટનની કરવામાં આવી નિકાસ

editor

સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

कस्टमर की परमिशन पर KYC के लिए आधार का उपयोग कर सकते हैं बैंक: RBI

aapnugujarat
UA-96247877-1