Aapnu Gujarat
રાષ્ટ્રીય

ત્રિપુરાની ૬૦ વિધાનસભા બેઠકો માટે ભારે મતદાન થયું

ત્રિપુરાની ૬૦ વિધાનસભા બેઠકો માટે સવારે ૭ વાગ્યાથી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું જે સાંજના ચાર વાગે પુરૂ થયું હતું. ૬૦ બેઠકો પર ભારે મતદાન થયું હોવાના અહેવાલો છે બપોરના ૧ વાગ્યા સુધી ૫૦.૪૦ ટકા ટકા જેટલું મતદાન નોંધાયું હતું જયારે સાંજેના ચાર વાગ્યા સુધી ૭૨ ટકા સરેરાશ મતદાન થયું હતું મતદાન માટે રાજ્યમાં કુલ ૩,૩૨૮ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતાં મતદારોએ ૨૫૯ ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઇવીએમ મશીનમાં સીલ કર્યો હતો એ યાદ રહે કે ચુંટણીનું પરિણામ ૨ માર્ચે જાહેર થશે મતદાન દરમિયાન કેટલાક સ્થળોએ મતદાન મશીન બગડી ગયા હોવાની ફરિયાદો આવી હતી. સવારે સાત વાગે મતદાન શરૂ થયા પહેલા કેટલાક મતદાન મથકો પર મતદારોની લાઇનો જોવા મળી હતી જેમાં ખાસ કરીને મહિલાઓ અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્રિપુરાના સીએમ માણિક સાહાએ અગરતલામાં મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી ડો. માણિક સાહા બોરદાવલીની મહારાણી તુલસીબાતી ગર્લ્સ સ્કૂલ ખાતેના મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું. પોતાનો મત આપતા પહેલા તેમણે કહ્યું કે ત્રિપુરામાં ફરીથી ભાજપની સરકાર બનશે.સીએમ માણિક સાહા ટાઉન બારડોલીથી ભાજપના ઉમેદવાર છે. આ ઉપરાંત વિવિધ પક્ષોના આગેવાનોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.ભારત- બાંગ્લાદેશ સરહદ પર જોયનગર ખાતે ફેન્સીંગ વિસ્તારની અંદર રહેતા મતદારો મતદાન કરવા પહોંચ્યા હતાં ત્રિપુરા પશ્ચિમમાં ૧૩-પ્રતાપગઢ એસી અરલિયા ખાતે ટ્રાન્સજેન્ડર મતદારોએ તેમનો મત આપ્યો હતો ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ બિપ્લબ દેવે ગોમતીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે કોઇ પણ ચુંટણીને મોટી કે નાની માનતા નથી જનતા સુપ્રીમ છે એ અમારૂ કર્તવ્ય છે કે અમે તેનું સમ્માન કરીએ જનતાએ અમને ૨૦૧૮માં સત્તા સોંપી હતી અમે પ્રદેશના દરેક સેકટરમાં કામ કર્યું છે આશા છે કે ભાજપ આ ચુંટણીમાં બહુમતિ હાંસલ કરશે મુખ્ય ચૂંટણી અધિકારી ગિત્તે કિરણકુમાર દિનકરરાવે જણાવ્યું કે ૩,૩૨૮ મતદાન મથકો પર મતદાન થયું હતું તેમાંથી ૧,૧૦૦ બૂથ સંવેદનશીલ છે, જ્યારે ૨૮ બૂથ અતિસંવેદનશીલ છે. આ વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.ચૂંટણી પ્રચાર પૂરો થતાંની સાથે જ રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી હતી.પ્રદેશના ગોમતી જીલ્લાના ઉદયપુરમાં લોકો સવાર સવારમાં ભારે સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા હતાં.અગરતલામાં મહાની તુલસીબતી ગર્લ્સ હાઇસ્કુલની બહાર લાઇનમાં લાગેલ એક વ્યક્તિની તબિયત બગાડી હતી જેને બેભાન થઇને ઢળી પડયો હતો આથી તેને તાકિદે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. સાઉથ ત્રિપુરાના ૩૬ શાંતિર બજારમાં કલાચેરા બુથની બહાર એક સીપીઆઇ સમર્થકની પિટાઇ કરવામાં આવી હતી પોલીસે તેને હોસ્પિટલ ખસેડયો હતો. હરિપુર ગામના (દાસપારા) ઋષિમુખમાં હુમલો કરી મતદારોને મત આપતા રોકવામાં આવ્યા હતાં તેની વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થયો છે. મુખ્ય ચૂંટણી અધિકારી જી. કિરણકુમાર દિનાકારોએ જણાવ્યું હતું કે, સ્વતંત્ર, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે ૩૧,૦૦૦ પોલિંગ કર્મચારીઓ અને કેન્દ્રીય દળોના ૨૫,૦૦૦ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતાં આ ઉપરાંત રાજ્ય સશસ્ત્ર પોલીસ અને રાજ્ય પોલીસના ૩૧,૦૦૦ જવાનો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત કરવામાં આવ્યા હતાં મુખ્ય ચુંટણી ્‌ધિકારી ઓફિસે કોંગ્રેસ અને ભાજપને નોટીસ મોકલી છે બંન્ને પક્ષોએ આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ સત્તાવાર હૈંડલથી ટ્‌વીટ કરી પોતાના પક્ષમાં મતદાનની અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરા ચૂંટણીમાં મતદારોને મતદાન કરવાની અપીલ કરી હતી અમિત શાહે ટિ્‌વટ કરીને કહ્યું કે, “ત્રિપુરાના તમામ લોકો ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે પહેલાથી જ ચાલી રહેલ શાંતિ અને પ્રગતિના વલણને ચાલુ રાખવા અને પ્રગતિશીલ સરકાર બનાવવા માટે તમારા મતદાનના અધિકારનો ઉપયોગ કરો. બહાર આવો અને સમૃદ્ધ ત્રિપુરાના નિર્માણ માટે મતદાન કરો.જયારે મતદાન શરૂ થતાની સાથે જ ૨૪ રામચંદ્ર ઘાટના ઈવીએમમા ખામી સર્જાઈ હતી આથી મતદાન થોડા સમય માટે મતદાન બંધ કરવામાં આવ્યું હતું સીપીએમ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારે આરોપ લગાવ્યો કે ભાજપ તરફથી અસામાજિક તત્વ લોકોને મત મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતાં

Related posts

મારી હાર માટે ઇવીએમમાં ગડબડી જવાબદાર : ઉર્મિલા માતોંડકર

aapnugujarat

એનડીએ સાથે છેડો ફાડી લેવાનો નારાજ ટીડીપીનો નિર્ણય

aapnugujarat

NIA arrested 14 Tamil Nadu men deports from UAE on charges of raising money to fund and support terror outfits

aapnugujarat

Leave a Comment

UA-96247877-1