Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિના કાફલાને કારણે પેરેલાઈઝ્‌ડ દર્દીને રસ્તામાં જ ઉતારી દેવાયો

ભારતના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના શપથવિધિ સમારોહમાં સુરક્ષા વ્યવસ્થાને કારણે એક દર્દીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એઈમ્સમાં ડોક્ટરને બતાવીને પરત ફરી રહેલી દર્દીને સુરક્ષા કારણોસર ૧૦ રાજાજી, માર્ગ પહેલા લાગેલા બેરિકેડની પાસે ઉતારી દેવામાં આવ્યો હતો. રીક્ષાવાળાને સુરક્ષા કર્મચારીઓએ આગળ ન જવા દેતા તેના પરિવારને ત્યાં જ ઉતરીને ચાલતા જવાની ફરજ પડી હતી.રાજીવ કુમાર નામનો આ દર્દી ઉભો પણ રહી શક્તો ન હતો. પરંતુ હાલકડોલક થઈ રહ્યો હતો, તેની માતા ગાયત્રી દેવી અને તેના ભાઈના સહારાને આધારે જ તે ઉભો હતો. બંનેએ સહારો આપીને તેને સાઉથ એવન્યુ તરફ લઈ ગયા હતા. આ ઘટના એ સમયે બની હતી, જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૧૦ રાજાજી માર્દની અંદર હતા અને કેટલાક મિનિટો બાદ તેમનો કાફલો ત્યાંથી પસાર થયો હતો.આ દર્દી રાજીવ કુમાર બિહારના ઉસ્માનાબાદનો વતની હતો. એક ગંભીર અકસ્માત બાદ તે પેરેલાઈઝ્‌ડ થઈ ગયો હતો. હાલ પટનામાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હાલ દિલ્હી એઈમ્સમાં તેને વધુ સારવાર માટે લઈ આવવામાં આવ્યો હતો.

Related posts

लॉकर में हुआ नुकसान तो बैंक नहीं होगा जिम्मेदारः आरबीआई

aapnugujarat

અરૂણાચલ પ્રદેશ : વિદેશી પ્રવાસીને પ્રોત્સાહન અપાશે

aapnugujarat

કપિલ મિશ્રા કેજરીવાલ સરકાર વિરુદ્ધ ૧૬,૦૦૦ પાનાનાં પુરાવા રજૂ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1