Aapnu Gujarat
Uncategorized

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નો પ્રચાર બન્ને પક્ષો દ્રારા જોર શોર થી ચાલી રહ્યો છે, ત્યારે કૉંગ્રેસ દ્રારા અનોખો પ્રચાર


જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે, સમગ્ર ગુજરાત મા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે હાલ બન્ને પક્ષો દ્રારા ચૂંટણી નો પ્રચાર પૂર જોશ થી ચાલી રહ્યો છે. જેતપુર શહેર ના વોર્ડ નંબર 11 ની એક માત્ર ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી છે ત્યારે કૉંગ્રેસ પક્ષ દ્રારા આજે અનોખો પ્રચાર કરવામાં આવ્યો, કૉંગ્રેસ ના ઉમેદવાર ઊંટ ગાડી અને બળદ ગાડું લઈ પ્રચાર પર નીકળ્યા હતા.

પેટ્રોલના વધતા જતા ભાવને લીધે હવે ગાડાંમા કે ઊંટ ગાડીમાં જવાનો સમય આવશે અને ગેસ ના બાટલા ના વધતા જતા ભાવ ને લીધે ગૃહિણી ઓ નું બજેટ પણ ખોરવાઈ ગયું છે 350 મા મળતો બાટલો હવે 750 પર પહોંચી ચુંકયો છે તેથી ઉમેદવાર દ્રારા ઊંટ ગાડી લઇ પ્રચાર પર નીકળ્યા

સમગ્ર રેલી દરમિયાન ભાજપ સરકાર હાય હાય ના નારા લગાવવામાં આવ્યાં

Related posts

માતાનો પુત્રના મિત્ર સાથેનો પ્રેમ ભારે પડ્યો

editor

તા.૧૦ ફેબ્રુઆરીએ લીંબડી ખાતે અનુસુચિત જાતિનો તૃતિય સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો

aapnugujarat

રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં બાળ સિંહનો જન્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1