Aapnu Gujarat
Uncategorized

રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં બાળ સિંહનો જન્મ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં ગત રાત્રે સ્વાતી નામની સિંહણે એક સિંહબાળને જન્મ આપ્યો છે. વધુ એક સિંહબાળના જન્મને લઇ સમગ્ર ઝુ સ્ટાફ અને વન્ય પ્રેમીઓમાં ભારે ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. તો, રાજકોટવાસીઓમાં પણ નવા સિંહબાળના આગમનને લઇ આનંદની લાગણી જોવા મળી હતી. જો કે, હાલ તો સિંહણ અને સિંહબાળ તંદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય સત્તાવાળાઓ અને નિષ્ણાત ડોકટરો દ્વારા સિંહણ તથા સિંહબાળનું સીસીટીવી કેમરા દ્વારા રાઉન્ડ ધી ક્લોક સતત અવલોકન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નાના સિંહબાળના આરોગ્યને લઇ વિશેષ ધ્યાન અને કાળજી રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્વાતી નામની આ સિંહણે અગાઉ પણ ત્રણ સિંહબાળને જન્મ આપ્યો હતો. જે તમામ સિંહબાળ હાલ પુખ્ત થઈ ગયા છે. જે પ્રાણીસંગ્રહાલયમાં આવતા મુલાકાતીઓ ખાસ કરીન બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. વધુ એક સિંહબાળના જન્મને લઇ સમગ્ર ઝુ સ્ટાફ અને વન્ય પ્રેમીઓમાં ભારે ખુશીની લાગણી જોવા મળી હતી.

Related posts

રાજકોટ : દીકરાએ માતાને ચોથા માળેથી ફેંકી કરી હતી હત્યા

aapnugujarat

गोंडल के उमवाडा चौकड़ी पर ट्रक ने स्कूटी को चपेट में लेते हुए मां-पुत्री की मौत

aapnugujarat

ભાયાવદરમાં માસ્ક પહેરવા સૂચના આપતી પોલીસ

editor

Leave a Comment

UA-96247877-1