Aapnu Gujarat
Uncategorized

ભાવનગરની સુંદરતામાં વધુ એક છોગું ઉમેરાયુ

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી યોજના અંતર્ગત રૂ.૧૧.૨૪ કારોડના ખર્ચે નિર્માણ પામેલ અકવાડા લેઈક ફ્રન્ટનું રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બનાવેલું આ તળાવ બારેમાસ પાણીથી ભરાયેલું રહે છે એ તેની વિશિષ્ટતા છે ત્યારે આવા રમણીય સ્થળનો વિકાસ થાય તે માટે અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીને આજે અકવાડા લેક ફ્રન્ટના ફસ્ટ ફેઈઝનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. ભાવનગરથી ઘોઘા-દહેજ તેમજ ઘોઘા- હજીરા રો-રો ફેરી સુધી જવાના માર્ગ પર આવતું આ સ્થળ અનેક રીતે મહત્વપૂર્ણ છે. આવનારા સમયમાં તખતેશ્વર, બોર તળાવ વગેરેની જેમ આ સ્થળ પણ ભાવનગરની એક આગવી ઓળખ તરીકે પ્રસ્થાપિત થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વિકાસના કોઈપણ કામો નાણાંના અભાવે અટકી ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતિ યોજના અમલમાં લાવી અને યોગ્ય નાણાંકીય જોગવાઈઓ કરી છે તેમ જણાવી ભાવનગરને ટાઉનહોલ, આધુનિક આરોગ્ય કેન્દ્રો, ગંગાજળીયા તળાવનું બ્યુટીફીકેશન, ફલાય ઓવર, કંસારા નાળા પ્રોજેકટ, સિક્સ લેઇન રોડ સહિતના લોકોપયોગી પ્રકલ્પો મળ્યા તે અંગેની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તાજેતરમાં રૂ.૨૫૬ કરોડના વિકાસલક્ષી કામો મંજુર કરી પોતાની ફરજો સુપેરે નિભાવવા બદલ મંત્રીશ્રીએ આ તકે ભાવનગર મહાનગરપાલિકા તેમજ પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ નવનિર્મિત લેક ફ્રન્ટની પોતાના ઘરની જેમ જ જાળવણી કરવા લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે મેયર મનહર મોરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કમિશનર એમ.એ.ગાંધીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સ્વાગત વિધિ કોર્પોરેટર ડી.ડી.ગોહિલ તેમજ આભારવિધિ પૂર્વ મેયર નિમુબહેન બાંભણીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશ રાવલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અભયસિંહ ચૌહાણ, કોર્પોરેટર સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો તથા અકવાડાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


(તસવીર / વિડિયો / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

ચોટીલા પંથકમાં મુખ્યમંત્રીના જન્મ દિવસે 65 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે

aapnugujarat

જૂનાગઢ રેન્જ આઇ.જી.પી મનોહર સિંહ પવાર સાહેબ તેમજ ગીર સોમનાથ એસપી રાહુલ ત્રિપાઠીની

aapnugujarat

સુજલામ સુફલામ સૌથી મોટું જળ અભિયાન બન્યું : રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1