Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचारताजा खबर

આજે પાકિસ્તાનમાં ચૂંટણી

પાકિસ્તાનમાં આવતીકાલે યોજાનાર સામાન્ય ચૂંંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પોત પોતાની રીતે જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. આવતીકાલની સામાન્ય ચૂંટણીને લઇને મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે.પાકિસ્તાનમાં સંસદની કુલ ૩૪૨ સીટો રહેલી છે. જેમાંથી ૭૦ સીટો અનામત છે.
છેલ્લી ચૂંટણીમાં પીએમએલ-એન દ્વારા એકલા હાથે ૧૭૦ સીટો જીતી લેવામાં આવી હતી. જો કે આ વખતે તેની સ્થિતી સારી દેખાઇ રહી નથી. પાકિસ્તાનની રાજનીતિમાં વધારે અભ્યાસ કરનાર લોકો કહે છે કે પંજાબ પ્રાંતમાં શાનદાર દેખાવ કરનાર પાર્ટી કેન્દ્રમાં સરકાર બનાવે છે. ભારતમાં જે રીતે લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ પર મુખ્ય ધ્યાન રહે છે તે જ રીતે પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતમાં નજર રહે છે. પંજાબ પ્રાંતમાં સૌથી વધારે વસ્તી છે. સંસદની કુલ ૨૭૨ સીટો પૈકી ૧૪૭ પંજાબમાં છે. પંજાબમાં મતદારો જોરદાર રીતે મતદાનમાં ભાગ લેવા માટે તૈયાર છે. પાકિસ્તાનમાં ૧૦ કરોડ ૫૯ લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. જે પૈકી ચાર કરોડ ૬૭ લાખ મહિલા મતદારો છે. ચૂંટણીમાં ૭.૫ લાખ સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે. પાકિસ્તાનની ચૂંટણીમાં આ વખતે ૩૪૫૯ ઉમેદવારો મેદાનમાં છે. જે પૈકી ૧૭૧ મહિલા ઉમેદવારો છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ તૈયારી કરવામાં આવી છે. તમામ અશાંત ક્ષેત્રોમાં ખાસ સુરક્ષા છેલ્લા કેટલાક દિવસ પહેલા જ ગોઠવી દેવામાં આવી છે. પાકિસ્તાનના લોકો પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. પૂર્વ ક્રિકેટ ખંલાડી ઇમરાન ખાનની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. તેમની પાર્ટી શાનદાર દેખાવ કરે તેવી શક્યતા છે. જો કે બીજી બાજુ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને બેનેઝીર ભુટ્ટોની પાર્ટીએ પણ જોરદાર દેખાવ કરવા માટે કમર કસી લીધી છે. પાકિસ્તાનમાં ચૂંટણીની અલગ પ્રક્રિયા રહેલી છે. પાકિસ્તાનમાં યોજાનાર ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તમામ તાકાત લગાવી ચૂકી છે.હવે તેમના ઉમેદવારોના ભાવિનો ફેસલો થનાર છે. પાકિસ્તાનમાં ચૂંટણી ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે ૭૧ વર્ષમાં ૪૫ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છે. જ્યારે બાકી ૨૬ વર્ષમાં સૈન્ય શાસન રહ્યુ છે. પાકિસ્તાનમાં સૌથી કમનસીબ બાબત એ છે કે ત્યાં ૨૯ વડાપ્રધાન થઇ ચુક્યા છે પરંતુ કોઇ પણ વડાપ્રધાને તેમની અવધિ પૂર્ણ કરી નથી. સૌથી ઓછી અવધિ ચાર દિવસની રહી છે જ્યારે સૌથી વધારે અવધિ ૧૫૪૭ દિવસની રહી છે. જનરલ અયુબ ખાન ૧૯૫૮માં ચાર દિવસ માટે વડાપ્રધાન રહ્યા હતા. ત્યાર બાદ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરીને ૧૪ વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન ચલાવ્યુ હતુ. પાકિસ્તાનમાં ચાર દિવસથી લઇને ૧૫૪૭ દિવસો સુધી વડાપ્રધાનની અવધિ રહી છે. લિયાકત અલી સૌથી વધારે સમય સુધી એટલે કે ૧૫૨૩ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. મોહમમ્દ અલી ૮૪૭ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. જુલ્ફીકાર અલી ભુટ્ટો ૧૪૨૧ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. નવાઝ શરીફ ૮૯૪ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા છે.
બેનેઝીર ભુટ્ટો ૧૧૧૩ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. નવાઝ શરીફ જુદી જુદી અવધિમાં વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. મોહમ્મદ અલી ઝિણાની રાજકીય મહત્વકાંક્ષાના કારણે અંગ્રેજોને ભારતના ટુકડા કરવાની ફરજ પાડી હતી. ત્યારબાદ પાકિસ્તાનના નેતાઓએ તેમની મહત્વકાંક્ષાના કારણે સેનાને એવી તાકાત આપી દીધી હતી જેના કારણે પાકિસ્તાનમાં લોકશાહી આજે પણ ફફડી રહી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી જનતામાં પોતાની પક્કડને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. સેના પોતાના મહત્વને જાળવી રાખવા માટે તૈયાર છે. તમામ જાણકાર લોકો કહી રહ્યા છે કે નવાઝ શરીફને સત્તાથી દુર રાખવા માટે સેના પરોક્ષ રીતે પોતાની રીતે તમામ પગલા લઇ રહી છે. એવા તમામ પાસાનો ઉપયોગ સેના કરી રહી છે જેવા પ્રયાસો કોઇ સમય નવાઝ શરીફને સેનાના વડા બનાવવા માટે કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં ચૂંટણીને લઇને પાકિસ્તાની સેના પણ તૈયાર છે. પાકિસ્તાનમાં ચૂંટણીની વાત કરવામાં આવે તો આ વખતે ૩૭૧૦૦૦ જવાનો અથવા તો સેનાના કુલ જવાનો પૈકી ૫૯.૮૩ ટકા જવાનોની તૈનાતી કરી દેવામાં આવી છે. પાકિસ્તાની ચૂંટણી પર નજર રાખી રહેલા લોકો માની રહ્યા છે કે વર્ષ ૨૦૧૩માં જે રીતે જવાનોની તૈનાતી કરવામાં આવી હતી તેના કરતા વધારે સંખ્યામાં જવાનો ગોઠવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનમાં વર્ષ ૨૦૧૩ની સરખામણીમાં આ વખતે ત્રણ ગણા વધારે જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. સરકારના લોકો દાવો કરી રહ્યા છે કે નવાઝ શરીફના શાસનમાં ૨૭૧ ટકા ઓછી ત્રાસવાદી ઘટના બની હતી.

Related posts

Karnataka Political crisis: SC restrained speaker K R Ramesh Kumar from taking any decision till July 16

aapnugujarat

અરૂણાચલમાં ભૂપેન હઝારિકા પુલથી ભડક્યું ચીન, ભારતને આપી ચેતવણી

aapnugujarat

ત્રાસવાદીઓ સામે એક્શન લેવા પાક.ને ઇરાનની ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1