Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

મોબ લિંચિંગ : સંસદમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર

રાજસ્થાનના અલવરના રકબર ખાન ઉર્ફે અકબર ખાન નામના શખ્સની ભીડ દ્વારા માર મારીને હત્યા કરી દેવામાં આવ્યા બાદ તેની ગુંજ આજે સંસદમાં પણ જોવા મળી હતી. અલવર કાંડના મુદ્દાને ઉઠાવીને વિપક્ષે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને આને રોકવા માટે જરૂરી પગલા લેવાની રજૂઆત પણ કરી હતી. કોંગ્રેસે મોબ લિંચિંગની ઘટનાઓના મુદ્દે ભારે હોબાળો મચેલો છે. કોંગ્રેસે આ ઘટનાઓની સુપ્રીમ કોર્ટમાં વર્તમાન જજ મારફતે તપાસ કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસ તરફથી આ પ્રકારની માંગ કરવામાં આવ્યા બાદ રાજનાથસિંહે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારની ઘટનાઓને લઇને ગંભીર છે અને આને રોકવા માટે જો નવા કાયદાની જરૂર પડશે તો તે પણ કરશે.
લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા અલવર લિંચિંગ મામલાને ઉઠાવીને માંગ કરી હતી કે, મોબ લિંચિંગની ઘટનાઓમાં સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ મારફતે તપાસ કરાવવી જોઇએ. સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમે અલવર મોબ લિંચિંગ કેસનો દાખલો આપીને કહ્યું હતું કે, ભીડ દ્વારા સ્ટ્રીટ જસ્ટિસ ખુબ જ ખતરનાક બાબત છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ છેલ્લા ત્રણ ચાર વર્ષથી થઇ રહી નથી. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી થઇ રહી છે.
મોહમ્મદ સલીમે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ અફવાઓના લીધે થાય કે પછી ગૌરક્ષાના નામ ઉપર થાય, બાળક ચોરીની શંકામાં થાય આ બાબત ખતરનાક છે. આ મામલો માત્ર હિન્દુ મુસ્લિમનો નથી. સ્વામી અગ્નિવેશ ઉપર પણ હુમલો થયો છે. ત્રિપુરા અને બંગાળમાં પણ આવી ઘટનાઓ બની છે. દેશમાં નફરતનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારની ઘટનાઓને લઇને ચિંતિત છે અને સંભવિત તમામ પગલા લઇ રહી છે. તેમણે ઉમેર્યું હતુંકે, અગાઉ પણ આવી ઘટનાઓ થતી રહી છે.
સૌથી મોટી લિંચિંગની ઘટના ૧૯૮૪માં થઇ હતી. આ પ્રકારની ઘટનાઓને રાજકીય રંગ આપવાના પ્રયાસ થવા જોઇએ નહીં. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ગઇકાલે હોમ સેક્રેટરીના નેતૃત્વમાં હાઈલેવલ કમિટિ રચવામાં આવી ચુકી છે. કમિટિ ચાર સપ્તાહમાં ભલામણ કરશે.
આ ભલામણ ઉપર તેમના નેતૃત્વવાળા ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો જરૂર પડશે તો નવા કાયદા પણ બનાવવામાં આવશે.
હાલમાં ઘટનાઓને લઇને અફડાતફડીનો માહોલ છે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન તૃણમુલના નેતાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર સત્તામાં આવ્યા બાદ ભીડ દ્વારા માર મારીને મારી નાંખવાની ઘટનાઓમાં ૮૮ લોકો જાન ગુમાવી ચુક્યા છે.

Related posts

ગુડિયા રેપ કેસ : સીબીઆઈએ આઈજી સહિત ૮ પોલીસકર્મીઓની કરી ધરપકડ

aapnugujarat

બાબાસાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત ઘરમાં તોડફોડ

editor

DMK urges Centre to withdraw draft National Education Policy 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1