Aapnu Gujarat
ताजा खबरव्यापार

સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટી ૩૩,૦૫૩ની સપાટી ઉપર

શેરબજારમાં આજે પણ મંદીનુ મોજુ રહ્યુ હતુ. કારોબારના અંતે સેંસેક્સ ૧૭૪ પોઇન્ટ ઘટીને ૩૩૦૫૪ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટ ઘટીને ૧૦૧૯૯૨ની નીચી સપાટી પર રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૦.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સરકારી જીવન વીમા કંપની એલઆઇસીએ આઇટી કંપની માસ્ટેકમાં તેની હિસ્સેદારીને ૩.૦૯ ટકા સુધી ઘટાડી દીધી છે. ઓપન માર્કેટમાં ૭.૩૦ લાખ શેરવેચી દેવામાં આવ્યા છે. દિવસ દરમિયાન આજે કેટલાક ઘટનાક્રમનો દોર રહ્યો હતો. જેની સીધી અસર જાર પર રહી હતી. અત્રે નોંધનીય છે કે રિટેલ મોંઘવારીનો દર નવેમ્બર મહિનામાં ૧૫ મહિનાની ઉંચી સપાટી પર પહોંચી ગયો છે. રિટેલ મોંઘવારીનો દર વધીને હવે ૪.૮૮ ટકાના દરે પહોંચી ગયો છે. જ્યારે નિષ્ણાંતો દ્વારા રીટેલ ફુગાવાનો દર ૪.૨દ ટકા રહેવાની વાત કરી હતી. રીટેલ મોંઘવારીનો દર ઓક્ટોબર મહિનામાં ૩.૫૮ ટકા રહ્યો હતો. ખાસ કરીને પુડ અને ફ્યુઅલ પ્રોડક્ટસની કિંમતમાં વધારો થયો છે. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે આઇઆઇપી ગ્રોથ ઓક્ટોબરમાં ઘટીને ૨.૨ ટકા થઇ ગયો છે. જે સપ્ટેમ્બર મહિનામાં ૩.૮ ટકા રહ્યો હતો.મંગળવારના દિવસે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા સ્પષ્ટ કરે છે કે નવેમ્બરમાં મોંઘવારી આરબીઆઇના મિડ ટર્મ ટાર્ગેટ ચાર ટકાથી વધારે થઇ ગઇ છે. આ મોંઘવારીના કારણે ફુડ પ્રાઇસની કિંમતો વધી છે. સીએફપીઆઇ અથવા તો ખાદ્ય મોંઘવારીનો દર ૪.૪૨ ટકા રહ્યો છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં આ ાંકડો ૧.૯૦ ટકા હતો. શાકભાજીની કિંમતમાં વધારો થવાની અસર અપેક્ષા કરતા વધારે રહી છે. અશેરબજારમાં મંગળવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૨૨૭ પોઇન્ટ ઘટીને ૩૩૨૨૭ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૨ પોઇન્ટ ઘટીને ૧૦૨૪૦ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં એસ્ટ્રોન પેપર્સના આઈપીઓને લઇને પણ ઉત્સુકતા દેખાઈ રહી છે. ૧૫મી ડિસેમ્બરના દિવસે આ આઈપીઓ લોંચ થશે. એસ્ટ્રોન પેપર્સ બોર્ડ મિલ દ્વારા આઈપીઓલ લાવવામાં આવનાર છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર ૪૫ અને ૫૦ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. આ આઈપીઓમાં કંપનીના દરેક ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુ સાથે ૧૪૦૦૦૦૦૦ ઇક્વિટી શેરની ઓફરનો સમાવેશ થાય છે. એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ ક્રાફ્ટ પેપરનું નિર્માણ કરે છે. ગુજરાતના હળવદમાં મેન્યુફેક્ચરિંગ હબ ધરાવે છે. આ ઇશ્યુ ૨૦મી ડિસેમ્બરના દિવસે બંધ થનાર છે. ગયા શનિવારના દિવસે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ૮૯ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. બીજા તબક્કા માટે મતદાન આવતીકાલે ૧૪મી ડિસેમ્બરના દિવસે યોજનાર છે. જ્યારે પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવનાર છે. યુએસ ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક મંગળવારથી શરૂ થઇ હતી. શેરબજારમાં હાલમાં ભારે ઉતારચઢાવની સ્થિતી જોવા મળી રહી છે. બીએસઇ ફાઇલિંગ મુજબ એલઆઇસી જે અગાઉ માસ્ટેકમાં ૬.૧૪ ટકા હિસ્સેદારી ધરાવતી હતી તે હવે ઘટાડીને ૩.૦૫ ટકા કરી ચુકી છે.

Related posts

FPI દ્વારા જુલાઈ માસમાં ૧૫,૦૦૦ કરોડ ઠલવાયા

aapnugujarat

ટીસીએસને પછડાટ આપવામાં રિલાયન્સ સફળ : હેવાલ

aapnugujarat

आईपीएल की छह फ्रेंचाइजियों से जुड़ा बीकेटी टायर्स

editor

Leave a Comment

UA-96247877-1