Aapnu Gujarat
व्यापार

ટીસીએસને પછડાટ આપવામાં રિલાયન્સ સફળ : હેવાલ

અભૂતપૂર્વ પ્રતિસાદ મેળવનાર જીયોના પરિણામ સ્વરુપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ માર્કેટ મૂડીના મામલામાં આખરે ટીસીએસને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી લીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી આજે આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ટીસીએસ કરતા આગળ નિકળી ગઈ હતી. એનર્જી અને ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર આજે ૧.૩૬ ટકા વધીને ૧૪૧૦ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. બીએસઈ ઇન્ડેક્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી વધીને ૪.૫૮ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી જે એક દિવસની સૌથી ઉંચી સપાટી છે. બીજી બાજુ ટીસીએસના શેરની કિંમતમાં ૦.૨૫ ટકાનો ઘટાડો થયો હતો જેથી તેના શેરની કિંમત ૨૩૧૫ સુધી પહોંચી ગઈ હતી. તેની બજાર કિંમત ઘટતા ટીસીએસની માર્કેટ મૂડી ઘટીને ૪.૫૬ લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી જે એક દિવસમાં સૌથી નીચી સપાટી છે. છેલ્લા ત્રણ મહિનામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ૩૫ ટકાનો મજબૂત વધારો થયો છે. જ્યારે આ ગાળા દરમિયાન ટીસીએસના શેરમાં માત્ર બે ટકાનો વધારો થયો છે. રિલાયન્સ જીયોની સર્વિસ માટે ચાર્જની જાહેરાત કરવામાં આવ્યા બાદ નિષ્ણાતો તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પર દાવ લગાવી રહ્યા હતા. આ ઉપરાંત કંપનીમાં પેટ્રો કેમિકલ્સ પ્રોજેક્ટ વહેલીતકે આવનાર છે. બીજી તરફ સુસ્ત ગતિ, એચવનબી વિઝામાં કઠોર વલણ અને ટેકનિકલ ક્ષેત્રમાં મોટા ફેરફાર વચ્ચે આઈટીના શેરમાં ઘટાડો જાવા મળી રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર લાંબા સમય સુધી સારો દેખાવ કરી શક્યા ન હતા. કારણ કે મૂડીરોકાણકારોને જીયોમાં લાભને લઇને આશંકા હતી. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ૨૫ મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું હતું પરંતુ આશરે ૭.૨૦ કરોડ લોકોએ ૩૧મી માર્ચ સુધી જીયો પ્રાઇમ મેમ્બરશીપ લઇ લીધી હતી. જીયોના દમ ઉપર ટીસીએસને પછડાટ આપવામાં રિલાયન્સે સફળતા મેળવી છે.

Related posts

विस्तार दिल्ली-लंदन मार्ग पर 21 नवंबर से बढ़ाएगी उड़ानों की संख्या

editor

ડેબ્ટ માર્કેટમાં કુલ ૧૫૧૩૨ કરોડ રૂપિયા ઠાલવી દેવાયા

aapnugujarat

587 अंकों की गिरावट के साथ बंद हुआ सेंसेक्स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1