Aapnu Gujarat
गुजरात

પુરતી ડ્રેનેજ લાઈનના અભાવે વરસાદી પાણી ભરાવાની વકી

અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૦ થી વધુ સ્થળોએ વરસાદી પાણી ભરાવાની પુરેપુરી સંભાવના છે.મુખ્ય કારણ એ છે કે,શહેરને ૨૫૦૦ કિ.મી.વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રનેજનું જાડાણ જરૂરી છે.જે સામે હાલ માત્ર ૯૨૩ કિ.મી.વિસ્તારમાં જ સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક એટલે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મ્યુનિસિપલ તંત્ર કરી શક્યું છે.આ અંગેની વિગત એવી છે કે,સરકારની ડેટલાઈન અનુસાર,દર વર્ષે ૧૫ જુન પહેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનો,વિવિધ કેચપીટો,મેઈન હોલ વગેરેમાંથી શિલ્ટ કાઢી તેને ચોખ્ખા કરવા જરૂરી બને છે.પરંતુ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ સુધી પ્રિ-મોન્સુનને લઈને એક પણ મહત્વની મિટીંગ હાથ ધરવામાં આવી નથી.અમદાવાદ શહેરમાં દર વર્ષે ઓછામાં ઓછા ૩૦ સ્થળોએ તો વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બનતી હોય છે.માત્ર થોડા વરસાદની અંદર પણ અમદાવાદ શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે.એક તરફ તો શહેરને સ્માર્ટસિટી બનાવવા માટે કરોડો રૂપિયાના પ્રોજેકટો મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.આ અંગે ટેન્ડરો પણ બહાર પાડવામાં આવી રહ્યા છે.જ્યારે બીજી તરફ વરસાદની સીઝન શરૂ થવામાં હવે એકાદ માસ જેટલો સમય બાકી રહ્યો છે.તેવા સમયે હજુ પણ ઉત્સવો અને ઉદ્દધાટનોમાં વ્યસ્ત એવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ તરફથી પ્રિ-મોન્સુન ને લઈને એક પણ મિટીંગ બોલાવવામાં આવી નથી.અમદાવાદ શહેરમાં ભૌગોલિક રીતે ૨૫૦૦ કિ.મી. વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનજ નેટવર્ક હોવું જરૂરી હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગના સૂત્રોનું કહેવું છે જેની સામે હાલની પરિÂસ્થતિમાં અમદાવાદ શહેરમાં માત્ર ૯૨૩ કિલોમીટર વિસ્તારમાં જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્ક જાડાયેલું છે.જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા શહેરમાં યથાવત જાવા મળશે.જા કે આ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ઋષિ પંડયા એક વાતચીતમાં કહે છે કે,ભલે ૯૨૩ કિ.મી.વિસ્તારમાં નેટવર્ક છે.પરંતુ વિવિધ કનેકશનોથી કનેકટીવીટી આપવામાં આવી હોઈ બહુ પ્રશ્ન નહીં રહે.વાસ્તવિકતા એ છે કે,દોઢ માસમાં શહેરની તમામ કેચપીટો,સ્ટ્રોમ વોટર ડ્રેઈન લાઈનો અને મેઈનહોલમાંથી શિલ્ટીંગ કાઢી તેને સાફ કરવા અતિ કપરી કામગીરી છે.ઉપરાંત હજુ સુધી પ્રિ-મોન્સુનને લઈને કોઈ મિટીંગ પણ યોજવામાં આવી રહી નથી.

Related posts

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

editor

છોટાઉદેપુરઃ અકસ્માતમાં કાળનો કોળીયો બન્યાં એક પરિવારના ૭ સભ્ય

aapnugujarat

અમદાવાદમાં ફ્રી માસ્કનું વિતરણ કરાયું

editor

Leave a Comment

UA-96247877-1