Aapnu Gujarat
गुजरात

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષાએ ૭૨માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. સાબરકાંઠા જીલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીલ્લા કલેક્ટરે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. જીલ્લા કલેક્ટરે પોતાના પ્રવચનમાં સાબરકાંઠા જીલ્લાના પ્રાચીન મંદિરો, પોળો ફોરેસ્ટ અને ઈડરિયા ગઢનું વર્ણન કર્યું હતું. ઇન્ચાર્જ જીલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા નીરજ કુમાર બડગુર્જર દ્વારા જીલ્લાના પોલીસ વિભાગ, રમત ગમત ક્ષેત્રે વિજેતાઓનું સરદાર પટેલ એવોર્ડ થી સમાન કર્યું હતું. આરોગ્ય વિભાગ, જીવીકે ૧૦૮ના કર્મચારીઓ અને વન વિભાગના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારી અને અધિકારીઓને સન્માન પત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પ્રજાસત્તાક પર્વના ભાગ રૂપે વિવિધ શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમજ દેશ ભક્તિના ગીતો સાથે નૃત્ય કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ઇન્ચાર્જ કલેકટર ડોક્ટર રાજેન્દ્ર પટેલે પ્રજાસત્તાક દિન અને સાબરવાસીઓનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે મંગળ પ્રાર્થના કરી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિલ્લા પોલીસ વડા નીરજ કુમાર બડગુર્જર તેમજ અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

અમદાવાદ શહેરમાં ગરમી વધી : પારો ૪૨ ડિગ્રી થયો

aapnugujarat

અમદાવાદની હૉસ્પિટલમાં આગ મુદ્દે CM રૂપાણીએ ત્રણ દિવસમાં અહેવાલ આપવાનાં કર્યા આદેશ

editor

મિની બસની અડફેટે આવતા ત્રણ લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1