Aapnu Gujarat
गुजरात

શંકરસિંહે ત્રીજો મોરચો ખોલી જાત સાથે દગો કર્યો : ગહેલોત

શંકરસિંહ વાઘેલાએ પહેલા કોંગ્રેસ સાથે દગો કર્યો હતો અને હવે ત્રીજો મોરચો ખોલીને પોતાની જાત સાથે દગો કરી રહ્યા છે. રાજકીય ઇતિહાસમાં આવો દગો કયારેય જોવા નહી મળે તેવો દગો શંકરસિંહે કર્યો છે એમ અત્રે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું હતું. આજે ફરી એકવાર શંકરસિંહ વાઘેલા પર આકરા પ્રહારો કરતાં ગેહલોતે જણાવ્યું કે, શંકરસિંહે પહેલા કોંગ્રેસ સાથે દગો કર્યો હતો, પછી એહમદ પટેલને હરાવવાના ભરપૂર પ્રયાસો કરી દગો કર્યો અને હવે ત્રીજો મોરચો ખોલીને પોતાની જાત સાથે દગો કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આજે એક પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી આજે ભાજપ અને શંકરસિંહ વાઘેલાને આડા હાથે લીધા હતા. ગેહલોતે જણાવ્યું કે, શંકરસિંહે ૨૦ વર્ષ સુધી કોંગ્રેસમાં રહી મહત્વની જવાબદારી અને હોદ્દાઓ સંભાળ્યા અને ત્યારબાદ બહાનુ કરી કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડયો અને કોંગ્રેસ સાથે દગો કર્યો. એ પછી કોંગ્રેસના નેતા એહમદ પટેલને રાજયસભાની ચૂંટણીમાં હરાવવા તેમણે એહમદ પટેલની વિરૂધ્ધમાં મતદાન કરી તેમને હરાવવાના ભરપૂર પ્રયાસો કર્યા એમ કરી એહમદ પટેલને વચન આપ્યું હોવાછતાં દગો કર્યો અને હવે ત્રીજો મોરચો ખોલી પોતાની જાત સાથે દગો કર્યો. રાજકીય ઇતિહાસમાં આવો દગો કયારેય જોવા નહી મળે. વાઘેલાએ જયારે રાજીનામું આપ્યું ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા એ જ વખતે ગુજરાતની જાનતા જાણી ગઇ હતી કે, વાઘેલાના મનમાં શું છે. હું આજે પણ વાઘેલા દબાણ અને બ્લેકમેઇલીંગ હેઠળ નિર્ણયો લઇ રહ્યા હોવાના પોતાના અગાઉના નિવેદનને આજે ગેહલોત ફરી એકવાર વળગી રહ્યા હતા. દરમ્યાન ગેહલોતે ઉમેર્યું કે, શંકરસિંહ વાઘેલાની વિશ્વસનીયતા સામે હવે ગંભીર પ્રશ્નાર્થ ઉભા થયા છે. વાઘેલાએ ત્રીજો મોરચો ખોલ્યો છે તે ભાજપની બી ટીમ છે, જયારે એનસીપી ભાજપની સી ટીમ છે પરંતુ ભાજપ આ વખતે ગમે તેટલી ટીમો વિધાનસભાની ચૂંટણીમાં ઉતારે, તો ય જીત તો કોંગ્રેસની જ થવાની છે અને ગુજરાતમાં આ વખતે કોંગ્રેસની જ સરકાર બનવાની છે તે નક્કી છે. તેમણે ભાજપ અને અમિત શાહ પર પણ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ આ વખતની ચૂંટણીથી ડરી ગઇ છે અને તેથી તો તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કહેવું પડે છે કે, સોશ્યલ મીડિયાથી પ્રભાવિત ના થતા પરંતુ આ એ જ ભાજપ છે કે જે સોશ્યલ મીડિયાના સહારાથી જ સત્તા પર આવી છે. ગુજરાતની જનતા ભાજપનો અસલો ચહેરો જાણી ગઇ છે અને તેથી આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની છે.

Related posts

MoU between Gujarat Government and J.S.W Energy Limited in presence of CM

aapnugujarat

CM to start Digital Seva Setu in rural areas

editor

नर्मदा बांध का स्तर १३५.६५ मीटर पर पहुंचा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1