Aapnu Gujarat
गुजरात

કચ્છમાં માર્ગ સુરક્ષા સંસ્થા માટે મહત્વપૂર્ણ કરાર થયા

સલામતીનું શિક્ષણ અને તાલીમક્ષેત્રમાં મોટામાં મોટુ નામ ધરાવતી ડબલ્યુઆઇએએ હવે કચ્છમાં માર્ગ સલામતીની સંસ્થા શરૂ કરશે. કચ્છમાં માર્ગ સલામતીની સંસ્થાની સ્થાપનાના હેતુસર રાજયના ટ્રાન્સપોર્ટ સત્તાધીશો અને ડબલ્યુઆઇએએ વચ્ચે મહત્વના કરારો કરવામાં આવ્યા છે. ગઇકાલે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૨માં પરિવહન મંત્રીની ઉપસ્થિતિમાં આ મહત્વના કરારો થયા હતા. કચ્છમાં હેવી વ્હીકલની સંખ્યા સૌથી વધુ છે અને તેથી કચ્છમાં માર્ગ અકસ્માતો પણ વધુ થતાં હોવાથી આ મહત્વના કરાર-સમજૂતી કરી ત્યાં માર્ગ સલામતી સંસ્થાની સ્થાપના કરવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડબલ્યુઆઇએએ તેના સભ્યોને લર્નિંગ લાયસન્સ આપવા ઉપરાંત જાહેરજનતાના સભ્યને લાઇસન્સ ઇશ્યુ કરવા જેવી આરટીઓની જુદી જુદી સેવા પણ પૂરી પાડે છે.ઉપરાંત, સલામત અને સરંક્ષણાત્મક ડ્રાઇવીંગ, જોખમી માલસામાનને પ્રમાણિત કરવાની અને તે માટેની તાલીમ આપવાની, મોટરવાહન ચલાવનારાઓને કાનૂની સલાહ આપવા સહિતની સેવાઓ ડબલ્યુઆઇએએ પૂરી પાડે છે. મોટર વાહન ચલાવવાને લગતા પ્રશ્નો અંગે ભારતની એક મોટી સક્ષમ સત્તા તરીકે તે જાણીતું છે. કચ્છમાં માર્ગ અક્સ્માતોના નિવારણ અને લોકોની સલામતીના આશયથી ડબલ્યુઆઇએએ દ્વારા હવે કચ્છમાં માર્ગ સલામતીની સંસ્થા શરૂ કરવામાં આવનાર છે. જે અંગેના સમજૂતી કરાર વખતે વેસ્ટર્ન ઇન્ડિયા ઓટોમોબાઇલ એસોસીએશનના એકઝીકયુટીવ ચેરમેન નીતિન ડોસા, રાજયના પરિવહન મંત્રી વલ્લભ કાકડિયા, આઇએએસ અધિકારી વિપુલ મિત્રા, ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી અમૃતભાઇ પરમાર અને ફોકિયાના મેનેજીંગ ડિરેકટર નિમિષ ફટકે સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા.

Related posts

નહેરૂ યુવા કેન્દ્ર – નર્મદા દ્વારા આયોજિત ૧૫ દિવસીય ઇન્ડક્શન તાલીમ શિબિરનો રાજપીપલા ખાતે ઉદઘાટન સમારોહ યોજાયો

aapnugujarat

આધુનિક સુવિધાયુકત ૧૧ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હશે : પેરામેડિકલ સભામાં મેયર ગૌતમ શાહની જાહેરાત

aapnugujarat

દિવાળી વેકેશનનું બુકિંગ શરૂ : ટ્રેન ફુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1