Aapnu Gujarat
व्यापार

હવે ૪૦ ટકા વાવણી વિસ્તાર વિમા છત્રમાં આવશે : રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર જુલાઈમાં શરૂ થઇ રહેલી ૨૦૧૭-૧૮ની સિઝનમાં પાક વિમા સ્કીમ હેઠળ ૧૯૪.૪ મિલિયન હેક્ટર વાવણી વિસ્તાર પૈકી ૪૦ ટકા વિસ્તારને લઇ લેવાની યોજના ધરાવે છે. સરકાર ૨૦૧૭-૧૮માં ઇન્સ્યોરન્સ કવર અથવા તો વિમા છત્ર હેઠળ ૪૦ ટકા વાવણી વિસ્તારને આવરી લેશે. ૨૦૧૬-૧૭ના પાક વર્ષમાં પાક હેઠળ ૫૧.૧ મિલિયન હેક્ટર વિસ્તારને અથવા તો ૨૬.૨૮ ટકા વિસ્તારને આવરી લેવામાં સફળતા મળી હતી. હાલમાં બે સ્કીમ હેઠળ પાકના વિમા કરવામાં આવે છે જેમાં રિસ્ટ્રક્ચર્ડ વેધર બેઝ કોર્પ ઇન્સ્યોરન્સ સ્કીમ અને પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાની શરૂઆત ગયા વર્ષે કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના અમલીકરણના પ્રથમ વર્ષમાં જ ઉલ્લેખનીય પ્રગતિ જાવા મળી છે. ૨૦૧૭-૧૮માં વિમા વિસ્તાર હેઠળ ટાર્ગેટનો આંકડો ૪૦ ટકા પાક વિસ્તારનો રાખવામાં આવ્યો છે જે આશરે ૭૭.૬ મિલિયન હેક્ટરની આસપાસનો છે. રાજ્ય સરકાર, બેંકો અને વિમા કંપનીઓની ટાર્ગેટને હાસલ કરવા માટે યોગ્ય વ્યૂહરચના અપનાવવા માટે કહેવામાં આવ્યું છે જેમાં વધુ સંખ્યામાં પાકના નોટિફિકેશનનો સમાવેશ થાય છે. બેંકોને પણ તમામ લાયક લોનની ફરજિયાત કવરેજ ઉપર ધ્યાન આપવા કહેવામાં આવ્યું છે. તમિળનાડુ, છત્તીસગઢ અને ઓરિસ્સા જેવા રાજ્યો આ દિશામાં નેતૃત્વ કરી રહ્યા છે અને કેટલાક પ્રદેશો પણ વિમા છત્ર હેઠળ ૪૦ ટકા વાવણી વિસ્તારને આવરી લેવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકારે નવી ટેકનોલોજીના સ્વીકાર માટે પણ વ્યવસ્થા ગોઠવી દીધી છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ ખેડૂતોને ચુકવવામાં આવતા પ્રિમિયમ ઓછા રાખવામાં આવ્યા છે. ક્લેઇમનો વહેલીતકે નિકાલ લવાયો છે. ૨૦૧૬-૧૭માં ૨૬.૨૮ ટકા અથવા તો ૫૧.૧ મિલિયન હેક્ટર જમીનને પાક હેઠળ આવરી લેવાઈ હતી.

Related posts

क्रेडिट कार्ड का विदेश में इस्तेमाल होगा महंगा

aapnugujarat

ઇન્ટ્રા ડેમાં વધુ ૧૨૭૫ પોઇન્ટનો કડાકો : ૫૬૧ પોઇન્ટ ડાઉન

aapnugujarat

देश का विदेशी मुद्रा भंडार 1.620 अरब डॉलर से बढ़कर 430 अरब डॉलर हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1