Aapnu Gujarat
व्यापार

નોટબંધીની અસર હવે ખતમ થવા આવી છે : આઈએમએફ

આઈએમએફ દ્વારા કહેવામાં આવ્યું છે કે, નોટબંધીની અસર હવે ખતમ થઇ રહી છે. આની સાથે સાથે બંધ કરવામાં આવેલી નોટની જગ્યાએ નવી નોટ ઝડપથી બજારમાં આવી ચુકી છે. લેવડદેવડ વધી રહી છે. આવી Âસ્થતિમાં નોટબંધીની અસર હવે ખતમ થઇ રહી છે. તમામ લોકો માટે આ ખુબ સારા સમાચાર તરીકે છે. આઈએમએફના અધિકારી (એશિયા અને પ્રશાંત વિભાગ) કેનેથ કાંગે કહ્યું છે કે, અમને એવા સંકેત મળી રહ્યા છે કે, નોટબંધીની અસર ખતમ થઇ રહી છે. કેટલાક અંદાજ મુજબ આશરે ૭૫ ટકા રોકડ રકમ બદલી દેવામાં આવી છે. ઔદ્યોગિક ઉત્પાદન અને ઇએમઆઈના આંકડા પણ સારા રહ્યા છે. કાંગે કહ્યું છે કે, આ સંગઠન ગેરકાયદે નાણાંકીય લેવડદેવડની સામે ભારત સરકારના તમામ પ્રયાસોને ટેકો આપે છે. સાથે સાથે ભારતીય અર્થવ્યવસ્થામાં પણ રોકડ રકમ ખુબ મહત્વપૂર્ણ પરિબળ તરીકે છે જેથી નવી નોટને વહેલીતકે સરક્યુલેશનમાં લાવવાની જરૂર છે. આનાથી લેવડદેવડમાં વધારો થશે. સાથેસાથે સામાન્ય પરિવારોની ખરીદી શÂક્ત પરત ફરશે.
તેમણે કહ્યું હતું કે, નોટબંધી એક આશ્ચર્યજનક નિર્ણય હતો. આઠમી નવેમ્બરના દિવસે રાત્રે આઠ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામ એક ક્રાંતિકારી સંદેશ આપ્યો હતો જેમાં રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. આ ક્રાંતિકારી પગલાના એક મહિનામાં દેશમાં ઘણા બધા ફેરફાર થયા છે. ઘણા લોકોને થોડાક સમય સુધી મુશ્કેલી પણ નડી હતી.

Related posts

FPI દ્વારા મેમાં ૧૮૦૦૦ કરોડ રૂપિયા પરત ખેંચાયા

aapnugujarat

સેવા બેંક હવે ડિજિટલ ફાય. સોલ્યુશન પૂરૂ પાડવા તૈયાર

aapnugujarat

शेयर बाजार में भारी गिरावट और लाल निशान पर बंद हुआ

editor

Leave a Comment

UA-96247877-1