Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

ટ્રેનો સાથે સંબંધિત તમામ માહિતી સરળતાથી મળશે

ભારતીય રેલવે યાત્રીઓની તકલીફને દૂર કરવા માટે એક મેગા એપ લોંચ કરવાની તૈયારીમાં છે. આ એપ મારફતે યાત્રી તમામ પ્રકારની માહિતી અહીંથી હાસલ કરી શકશે. અહીં ટ્રેનની અવરજવરને લઇને ટુર પેકેજ અને ટેક્સી સુધી બુકિંગ પણ થઇ શકે છે. રેલવે જૂન મહિનામાં આ એપને શરૂ કરી શકે છે. આ એપ મારફતે રેલ યાત્રા સાથે સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ પણ મળી શકશે. આ એપ રેલવેના તમામ વર્તમાન એપ્સ ઉપર ઉપલબ્ધ રહેશે. ભારતીય રેલવે દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા આ એપનું નામ હિંદ રેલ રાખવામાં આવી શકે છે. તે સંપૂર્ણપણે પુછપરછની વ્યવસ્થા રહેશે જ્યાંથી એક સાથે ટ્રેનોના આવવાના સમય, રવાનગીના સમય, ટ્રેનો રદ થવા અંગેની વિગત, ટ્રેન લેટ થવા અંગેની વિગત, પ્લેટફોર્મ નંબર, ટ્રેન ઉપડવાની માહિતી, સીટની ઉપલબ્ધતાના સંદર્ભમાં માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત આ એપથી ટેક્સી, પોર્ટલ સર્વિસ, રિટાય‹ડગ રુમ, હોટેલ, ટુર પેકેજ, ઇ-કેટરીંગ સેવા પણ બુક કરી શકાય છે. રેલવેએ તમામ સર્વિસ, સેવા ઉપલબ્ધ કરાવનારી સાથે સાથે રેવન્યુ શેરિંગ મોડલના આધાર ઉપર ઉપલબ્ધ કરાવશે. આ રીતે આ એપથી રેલવેને આવક પણ થશે. આ એપ મારફતે દર વર્ષે આશરે ૧૦૦ કરોડ રૂપિયાની આવક થઇ શકે છે. રેલવે ઉપર ટ્રેનોની અવરજવરનીયોગ્ય માહિતી હોતી નથી તેવા આક્ષેપો વારંવાર થતાં રહે છે. ખાસ કરીને જ્યારે ટ્રેન લેટ હોય છે ત્યારે ત્યારે કોઇ માહિતી હોતી નથી. રેલવે બોર્ડના સભ્ય (ટ્રાફિક) મોહમ્મદ જમશેદે કહ્યું છે કે, ટ્રેનોના વિલંબના સંદર્ભમાં યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી નડી રહી છે પરંતુ તેણમે કહ્યું હતું કે, આ નવા એપથી તકલીફો દૂર થઇ જશે. નવા એપ જૂનમાં લોંચ કરવામાં આવી શકે છે. અહીં માત્ર સૂચના જ ઉપલબ્ધ થશે નહીં બલ્કે અહીંથી ટ્રેનેને ટ્રેક પણ કરી શકાય છે. અત્રે નોંધનીય છે કે, ભારતીય રેલવે દ્વારા અનેક પ્રકારની સેવાઓ માટે અલગ અલગ એપ બનાવવામાં આવ્યા છે જેમાં સીએમએસ એપ, રાષ્ટ્રીય પુછપરછ સેવાનો સમાવેશ થાય છે. ટિકિટ બુક કરાવવા માટે પણ અલગ એપ્સ રાખવામાં આવ્યા છે. ઇ-કેટરિંગ સર્વિસને આઈઆરસીટીસી મારફતે ચલાવવામાં આવે છે. યાત્રીઓની ટ્રેન યાત્રા વધુ સરળ અને સુવિધાજનક બને તે હેતુસર રેલવે દ્વારા સતત પગલા લેવાઈ રહ્યા છે. રેલવેમંત્રી સુરેશ પ્રભુ વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. ભારતીય રેલવે દ્વારા વિકસિત કરવામાં આવેલા જુદા જુદા એપ ઉપયોગી સાબિત થઇ શકે છે. ભારતીય રેલ યાત્રીઓની તકલીફને દૂર કરવા માટે નવા એપ્સની શરૂઆત કરી દેવામાં આવ્યા બાદ જૂન મહિના પછી યાત્રીઓને વધુ રાહત મળશે.

Related posts

સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અપ

aapnugujarat

ફરી તીવ્ર તેજી : સેંસેક્સમાં ૩૪૬ પોઇન્ટ સુધી ઉછાળો

aapnugujarat

આડવાણીએ વાજપેયીને ધમકી આપીને નરેન્દ્ર મોદીની સીએમ પદની ખુરશી બચાવી હતી : યશવંત સિન્હા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1