Aapnu Gujarat
मनोरंजन

સરકાર-૩ ફિલ્મના શુટિંગમાં અમિતાભ વ્યસ્ત

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન સરકાર-૩ ફિલ્મના શુટિંગમાં ફરી એકવાર વ્યસ્ત બની ગયા છે. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા સાથે લાંબી વાતચીત કરવામાં આવ્યા બાદ ફરીવાર શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. જાણવા મળેલી માહિતી મુજબ ફિલ્મના કેટલાક સીનના નવેસરથી શુટિંગ કરવામાં આવનાર છે. બિગ બીએ ટ્‌વીટર પર કહ્યુ છે કે ફરીથી શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. વર્મા સાથે લાંબી વાતચીત કરી લેવામાં આવ્યા બાદ શુટિંગ શરૂ કરાયુ છે. અમિતાભ બચ્ચને ફિલ્મના સેટથી કેટલાક ફોટો શેયર કર્યા છે. જેમાં તે બેંચ પર બેસેલી Âસ્થતીમાં વિચારતા નજરે પડે છે. બીજા એક ફોટોમાં અમિતાભ બચ્ચન રામ ગોપાલ વર્માની સાથે વાતચીત કરતા નજરે પડે છે. ઇરોજ ઇન્ટરનેશનલ દ્વારા રજૂ કરવા માટેની તારીખ હજુ જારી કરવામાં આવી નથી. સરકાર-૩ આ શ્રેણીની ત્રીજી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ભારતીય રાજકારણ પર બની રહેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સુભાષ નાગરેના રોલમાં ત્રીજી વખત નજરે પડનાર છે. ફિલ્મમાં યામી ગૌતમ, જેકી શ્રોફ, મનોજ વાજપેયી, અમિત સાધ, રોહિણી હટંગડી અને રોનિત રોય નજરે પડનાર છે. અગાઉની સરકારના બન્ને ભાગ સફળ રહ્યા હતા. અમિતાભ બચ્ચનની ભૂમિકાની જારદાર પ્રશંસા કરવામાં આવી હતી.
અમિતાભે આટલી વયે પહોંચી ગયા બાદ પણ હાલમાં સારી ફિલ્મો હાંસલ કરી છે. તેમની તમામ ફિલ્મો જાવા માટે ચાહકો પહોંચી રહ્યા છે. અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના સૌથી સફળ સ્ટાર તરીકે સાબિત થઇ ચુક્યા છે. વિતેળા વર્ષોમાં અમિતાભ બચ્ચને એગ્રી યંગ મેન તરીકે જારદાર લોકપ્રિયતા મેળવી હતી. તેમની તમામ ફિલ્મો લોકો અનેક વખત જાઇ ચુક્યા છે.

Related posts

એમ્મા વોટ્‌સન અને વિલિયમ નાઇટ વચ્ચેના સંબંધ તુટ્યા : રિપોર્ટ

aapnugujarat

पद्मावत का हीरो मैं हूं शाहिद कपूर का दावा

aapnugujarat

કેરિયરના લીધે વરૂણ ધવન ગર્લફ્રેન્ડથી હાલમાં દુર થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1