Aapnu Gujarat
બિઝનેસ

લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ પંપનો વરસાદ રહેશે

સરકારી તેલ કંપનીઓ છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત પોતાના રિટેલ નેટવર્કનું વિસ્તર કરવા જઈ રહી છે. તેલ કંપનીઓએ આજે રવિવારના દિવસે દેશભરમાં ૬૫૦૦૦ જગ્યા પર પેટ્રોલ પંપ ડીલરશીપ માટે અરજી મંગાવવાની જાહેરાત કરી હતી. અલબત્ત આચારસંહિતા અમલી હોવાના કારણે ચૂંટણીવાળા રાજ્યોમાંથી ડિલરશીપ માટે અરજી મંગાવવામાં આવી નથી. અહીં ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અરજી મંગાવામાં આવશે. તેલ કંપનીઓએ જે જગ્યાઓ માટે નવા પેટ્રોલ પંપની જાહેરાત આપી છે ત્યાં જો પંપ બની જશે તો રિટેલ નેટવર્કનો આંકડો બે ગણા સુધી પહોંચી જશે. છેલ્લા અનુભવને ધ્યાનમાં લઇને તમામ સૂચિત જગ્યાઓ ઉપર પેટ્રોલ પંપ ખુલી જશે તેને લઇને શંકા રહેલી છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ડીલરશીપ આપતી વેળા તમામ મુદ્દા સપાટી ઉપર આવે છે. કેટલીક જગ્યાએ જમીન સાથે જોડાયેલા મામલા છે. કેટલાક મામલામાં અન્ય પરિબળો રહેલા છે. જેટલા નવા પેટ્રોલ પંપ માટે જાહેરાત આપવામાં આવી છે તેમાંથી ૧૫થી ૨૦ હજાર પેટ્રોલ પંપ અમલી બની શકે છે. હાલમાં ડિલરો ખુબ મોટા પ્રમાણમાં વિરોધ કરી રહ્યા છે. વિસ્તરણના વિરોધના લીધે આ તમામ પ્રક્રિયા રોકવામાં આવેલી છે. ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અજય બંસલના કહેવા મુજબ વર્તમાન આઉટલેટમાં સરેરાશ વેચાણ ૧૭૦ કિલોલીટરથી ઘટીને ૧૪૦ કિલોલીટર થઇ ગયું છે. એક બાજુ ખર્ચમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બીજી બાજુ માર્જિનમાં અંતર ઘટે છે. આવી સ્થિતિમાં સરકાર વૈકલ્પિક ફ્યુઅલને લઇને વિચારી રહી છે જેથી નવા પેટ્રોલ પંપ ખોલવા પાછળની જાહેરાતને લઇને પણ શંકા રહેલી છે. સરકારી તેલ કંપનીઓને છેલ્લા ચાર વર્ષથી પોતાના રિટેલ નેટવર્કને વિસ્તારવા માટે મંજુરી આપવામાં આવી નથી. સરકાર પહેલા આના માટે સત્તાવાર માર્ગદર્શિકાને નવેસરથી તૈયાર કરવા ઇચ્છુક છે. નવી ગાઇડલાઇન્સમાં કેટલાક માપદંડ નક્કી કરવામાં આવી રહ્યા છે. કંપનીઓની નિમણૂંક કરતી વેળા કેટલીક રાહતો આપવાની પણ તૈયારી છે. નવી ગાઇડલાઈન્સમાં ડીલરશીપની શરતોમાં કેટલીક નરમી રાખવામાં આવી છે. માર્ગદર્શિકામાં અરજીદારોની પાસે એક ચોક્કસ રકમ હોવાના નિયમનેખતમ કરવાનો નિર્ણય કરાયો છે. સાથે સાથે જમીન સંબંધીત નિયમોમાં હળવું વલણ અપનાવવામાં આવ્યું છે. નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, હવે એવા લોકો પણ પેટ્રોલ પંપ માટે અરજી કરી શકે છે જેમિી પાસે જન્મીન નથી અથવા ત એવા ખેતર નથી જે જમીનના માલિક સાથે સીધા સંબંધો ધરાવે છે. આ પહેલા પેટ્રોલ પંપ માટે અરજીકરનાર માટે બેંકમાં ૨૫ લાખ રૂપિયા હોવા અને બીજી નાણાંકીય સંપત્તિ હોવાની શરત રાખવામાં આવી હતી. ગ્રામીણ ક્ષેત્રમાં નિયમિત આઉટલેટ માટે ૧૨ લાખ રૂપિયાની રોકડ રકમ રાખવાની શરત રાખવામાં આવી હતી. અરજીદારોમાંથી વિજેતાઓના નામ ઓનલાઈન ડ્રોના માધ્યમથી જાહેર કરાશે. ત્યારબાદ વિજેતાઓને ૧૦ ટકા સિક્યુરિટીની રકમ જમા કરવી પડશે. ત્યારબાદ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થશે.

Related posts

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી નોતરશે ડોલર

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાંથી ૧,૯૦૦ કરોડ ખેંચી લેવાયા

aapnugujarat

Sensex rises by 51.81 pts at 37,882.79, Nifty increase by 32.15 points to settle at 11,284.30

aapnugujarat

Leave a Comment

UA-96247877-1