Aapnu Gujarat
બિઝનેસ

ઉનાળામાં આઇસક્રીમની કિંમતોમાં થશે વધારો

જો આઈસક્રીમ તમારી ખાસ પસંદ હોય તો આ સમાચાર તમારા માટે છે. તમે આઈસક્રીમ માટે વધું ખર્ચ કરવા તૈયાર થઈ જાવો. કારણકે આઈસક્રીમ બનાવતી અગ્રીમ કંપની વાડીલાલ અને ક્રીમબેલ જેવી મોટી ક્રીમ કંપનીઓ આ વરસે ઉનાળામાં તેની કિંમતોમાં ૫ ટકાનો વધારો કરવા વિચારી રહી છે. કારણકે તેના કાચા માલની કિંમતો તેમજ ડ્રાઈફ્રૂટ્‌સમાં ભારે વધારો નોંધાયો છે.ક્રીમબેલના સીઈઓએ કહ્યું હતું કે ગયા છ મહીનામાં ડીઝલની કિંમતોમાં ૨૩ ટકા, તેમજ વેતનદરમાં ૧૦ ટકા તેમજ પેકિંગ મટીરીયલની કિંમતોમાં ૮થી ૧૦ ટકાની વૃદ્ધિ થઈ છે. એનાથી આઈસક્રીમની પડતર કિંમત વધી છે તેથી તેનો ભાવવધારો નિશ્રિત છે. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૧૮માં કિંમતમાં વધારો ૫ ટકા પર સિમિત રાખવા કોશિશ કરવામાં આવી રહી છે. આ વધારો આ વર્ષે ઉનાળામાં કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે પાછલા કેટલાંક વર્ષોમાં કિંમતો સ્થિર રહી હતી. પણ હવે પડતર કિંમત વધાવાથી કિંમત વધારવી જરૂરી થઈ ગયું છે. આ વર્ષે તેની કિંમતોમાં ૫ ટકાનો વધારો થશે. એટલે કે આઈસક્રીમ ૨૦ રૂપિયે મળતી હતી તે હવે ૨૫ રૂપિયે મળશે. કારણકે ભાવ વધારો થોડો વધું જ થશે. એટલે અમે દરવખતે ટાળવાની કોશિશ કરી પણ વર્ષોથી આજ કરીએ છીએ.

Related posts

FPI દ્વારા મેમાં ૧૮૦૦૦ કરોડ રૂપિયા પરત ખેંચાયા

aapnugujarat

મોબાઇલ પાર્ટસ પર ૧૦ ટકા આયાત ડ્યુટી લાગુ કરી દેવાઇ

aapnugujarat

૫૦૦૦નું બેલેન્સ ન હોવા પર દંડના નિયમ પર ફેર વિચારણા : એસબીઆઈ દ્વારા ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1