Aapnu Gujarat
खेल-कूद

આઈસીસી રેન્કિંગમાં અંકોનું નુકસાન છતાંય ટીમ ઈન્ડિયા ત્રીજા ક્રમાંકે

ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાયેલી વન ડે સિરીઝ બાદ આઇસીસીએ પોતાની વન જે રેન્કિંગની જાહેરાત કરી છે. વેસ્ટઇન્ડિઝ સામે ૫ મેચોની વન ડે સિરીઝ ૩-૧થી જીતવા છતાં ભારતીય ટીમને વન ડે રેન્કિંગમાં ઝટકો લાગ્યો છે.ભારતે વન ડે સિરીઝમાં ૩-૧થી વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું. જો કે, નવમા નંબરની ટીમ સામે એક મેચમાં મળેલી હારના કારણે ભારતને નુકશાન વેઠવું પડ્યું છે.
સિરીઝ શરૂ થતાં અગાઉ ભારત ૧૧૬ અંકોની સાથે ત્રીજા નંબર પર હતું પરંતુ, એક મેચ હારતા ભારતને ૨ અંકનું નુકશાન થયું છે. હવે ભારત ૧૧૪ અંકોની સાથે ત્રીજા સ્થાન પર છે. જ્યારે ચોથા સ્થાન પર હાલ ઇગ્લેન્ડથી માત્ર એક અંક આગળ છે. એક મેચ હાર્યા બાદ ભારતને બીજા સ્થાન પર પહોંચવાની આશાઓ પર પાણી રેલાયું છે.આઇસીસી રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા ૧૧૯ અંકોની સાથએ પ્રથમ અને ઓસ્ટ્રેલિયા ૧૧૬ અંકોની સાથે બીદા ક્રમાંક પર છે. સીરીઝ શરૂ થતાં પહેલા વેસ્ટઇન્ડિઝ ૭૭ અંકોની સાથે નવમા સ્થાન પર હતું. જો કે, હવે તેને એક અંકનો ફાયદો થયો છે. પરંતુ, હજી પણ તે એ સ્થાન પર યથાવત છે.

Related posts

આવતીકાલે ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી વન-ડે મેચ

aapnugujarat

ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે કોહલી, મુરલી વિજયની સદી

aapnugujarat

रेसलर योगेश्वर दत्त बीजेपी में शामिल हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1