Aapnu Gujarat
Uncategorized

જેતપુર પીઠડીયા ટોલનાકામાં ફાસ્ટેગની અમલવારી શરૂ

જેતપુરથી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે ,દેશના ટોલનાકા ઉપર લાગી જતાં વાહનોના થપ્પા અને તેના ધૂમાડાને કારણે ફેલાતું પ્રદૂષણ અટકાવવા અને વાહનચાલકોનો સમય બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વાહન ઉપર ફરજિયાત ફાસ્ટેગનો નિર્ણય લીધો છે.

ત્યારે આ પહેલાં નિયમ 1 ડિસેમ્બરે લાગુ કરવાનો હતો પરંતુ જોઈએ તેવી સફળતા ન મળતાં વાહનચાલકોને વધુ સમય આપવામાં આવ્યો હતો અને 15 ફેબ્રુઆર થી ટોલનાકા પરથી પસાર થનારા તમામ વાહનો ઉપર ફાસ્ટેગ ફરજિયાત  આ સાથે જ જેતપુરના પીઠડીયા ટોલનાકા ઉપર પણ ફાસ્ટેગનો નિયમ લાગુ પડી ગયો છે. જો વાહન પર ફાસ્ટેગ લગાવેલું નહીં હોય ફાસ્ટેગની લેનમાં બમણો ટેક્સ ચૂકવવો પડશે. તેમજ હાઈ-વે ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે  ટોલનાકા પર ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે પરંતુ હજુ અમુક વાહનચાલકોએ ફાસ્ટેગ ખરીદયા ન હોઈ તે  ફાસ્ટેગ ખરીદી લે અન્યથા પેનલ્ટી ભરવાની રહેછે.

Related posts

રાજકોટ રૂરલ એલસીબીએ ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપ્યો

editor

જૂનાગઢમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ

aapnugujarat

રૂ. ૬૦ લાખના ખર્ચે નવનિર્મિત સોમનાથ સંસ્કૃત યુનિ. ખાતે શ્રી પ્રમુખ સ્વામીમહારાજ દ્રારનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી જશાભાઈ બારડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1