Aapnu Gujarat
खेल-कूद

ડભોઇ કોલેજ મેદાન ખાતે બીસીએ આયોજિત અંડર-૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત ડભોઇ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આજરોજ અંડર-૧૬ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. કેળવણી મંડળના પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું કે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ડભોઇ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આજે મહેસાણા અને નવસારીની અંડર-૧૬ની ટીમો વચ્ચે મેચનો પ્રારંભ થયો હતો. ડભોઇ ખાતે ઉત્તમ કક્ષાની ટ્રેનિંગ યુવાનોને મળી રહે તે માટે બીસીએ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે ડભોઇ માટે ગૌરવની બાબત છે. બીસીએ ના અગ્રણી અને ડભોઇ ખાતેના મુખ્ય વ્યક્તિ તરીકે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અતુલ બેદાડે કામગીરી કરી યુવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે. ક્રિકેટમાં રસ ધરાવતા ડભોઇ નગરના અને તાલુકાના યુવાનોને બીસીએ દ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવે છે જેથી આવા યુવાન ક્રિકેટમાં આગળ વધી પ્રગતિ કરે તેવી તક મળે છે જે ડભોઇ માટે ગૌરવની બાબત છે. આમ ડભોઇના યુવાનો ક્રિકેટમાં આગળ વધે તે માટે બરોડા ક્રિકેટ એસોસિયેશન વડોદરા જિલ્લા કેળવણી મંડળ યુવાનોને પૂરતી તક પુરી પાડી રહ્યું છે અને તેઓ સારા ક્રિકેટર બની ડભોઇનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ બંને સંસ્થાઓ દ્વારા યુવાનોને આપવામાં આવી હતી.


(વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)

Related posts

डेविस कप: पाक दौरे पर फैसला लेने में दो दिन इंतजार करेगा AITA

aapnugujarat

रविवार को होगी IPL परिषद की बैठक

editor

मोईन की विराट को चुनौती, मैं करूंगा सस्ते में आउट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1