Aapnu Gujarat
गुजरात

ઉંઝામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

આજે પૂરી દુનિયા ‘વિશ્વ વિકલાંગ દિવસ’’ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે જીમખાના મેદાનમાં આર. કે. ફાઉન્ડેશન ઉંઝા તથા ગુજરાત વહીલચેર ક્રિકેટ એસોસિએશનના સયુંકત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમની શરૂઆતમાં ઉંઝાના ધારાસભ્ય આશા પટેલ, ઉંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ, ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનિષ પટેલના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશનના ડીડી હનુમાનજી હોદાર, રાધેશ્યામસિંગ તોમર વાઇસ પ્રેસિ, જેડબલ્યુસીએ, આર.કે.ફાઉન્ડેશનના ટ્રસ્ટી હિતેશ પટેલ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસો. દ્વારા વિકલાંગ લોકોને પ્રોત્સાહિત કરી તેમનામાં રહેલ સુશુપ્ત શક્તિઓને જાગૃત કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ઉત્તર ગુજરાત વ્હીલચેર ક્રિકેટ કલબની સ્થાપના કરવામાં આવી હતી. સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ૭૦ વિકલાંગ ભાઈ – બહેનોએ ભાગ લીધો હતો. આજે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસો. દ્વારા ઉત્તર ઝોન માટે ક્રિકેટ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. ઉંઝાના ધારાસભ્ય ડૉ. આશા પટેલે પોતાના પ્રવચનમાં જણાવેલ કે અહીં હાજર રહેલા દિવ્યાંગ લોકો ભલે શારીરીક રીતે દિવ્યાંગ હોય પરંતુ તેઓ માનસિક રીતે સક્ષમ છે વધુમાં દિવ્યાંગ ભાઇ – બહેનોને પોતાનો આત્મવિશ્વાસ વધારવાનું જણાવી કહ્યું કે આપણે બધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૫ ટ્રિલિયન ઇકોનોમી પર દેશને લઈ જવા માટે પ્રયત્ન કરવો પડશે તો જ આપણો દેશ વિશ્વ ગુરૂ બનશે. એપીએમસીના ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું કે, દિવ્યાંગો પણ હવે દરેક ક્ષેત્રે આગળ વધે અવી શુભકામના પાઠવી હતી. એક અંગ વિકલાંગ બને તો બીજું અંગ સફલાંગ બને છે. બસ આજે કાંઈક એવું જ બન્યું ઉત્તર ગુજરાતના વિકલાંગ ભાઈ – બહેનો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા.આમાંથી ઘણાં તો રાજ્ય લેવલે ભાગ લીધેલ હતાં.
(અહેવાલ :- વિનોદ મકવાણા, મહેસાણા)

Related posts

દિવાળી પહેલા કોંગ્રેસ દ્વારા ૧૦૦ના નામ ફાઇનલ થશે

aapnugujarat

હવે રેશનિંગ દુકાનવાળા લડાયક : સરકાર માંગણી ન સ્વીકારે તો પહેલીથી હડતાળ માટે ધમકી

aapnugujarat

अहमदाबाद पूर्व से हैट्रिक लगा चुकी है BJP

aapnugujarat

Leave a Comment

UA-96247877-1