Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

યુએને ઇરાન પરનો શસ્ત્ર પ્રતિબંધ લંબાવવાનો અમેરિકાનો ઠરાવ ફગાવ્યો

ઇરાન પરના સંયુક્ત રાષ્ટ્રોના પરમાણુ શસ્ત્ર પ્રતિબંધને અચોક્કસ મુદત સુધી લંબાવવાના અમેરિકાના ઠરાવને સંયુક્ત રાષ્ટ્રો (યુનાઇટેડ નેશન્સ-યુએન)ની સલામતી પરિષદે શુક્રવારે ભારપૂર્વક ફગાવી દીધો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રને એકમાત્ર દેશ ડોમિનિક રિપબ્લિકનો ટેકો મળ્યો હતો.
૧૫ મેમ્બર-રાષ્ટ્રોમાંથી બે મત અમેરિકાની તરફેણમાં અને બે મત વિરુદ્ધમાં પડ્યા હતા. ૧૧ દેશોના પ્રતિનિધિઓ આ મતદાન વખતે ગેરહાજર હતા. એ સાથે, આ ઠરાવ સ્વીકારવા માટે નવ સભ્ય-દેશોના ‘હા’માં જવાબ જરૂરી હતા, પરંતુ અમેરિકાની સ્થિતિ એનાથી ક્યાંય દૂર રહી હતી. રશિયા અને ચીને અમેરિકાના આ ઠરાવનો દૃઢપણે વિરોધ કર્યો હતો, પણ પોતાના વીટોનો ઉપયોગ નહોતો કર્યો.
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પીઓએ કહ્યું હતું કે ‘ઇરાન પરના પરમાણુ શસ્ત્ર પ્રતિબંધને લંબાવવાની દરખાસ્તને ટેકો આપનાર ઇઝરાયલ તથા છ આરબ દેશો જાણે છે કે આ પ્રતિબંધ સમાપ્ત થશે ત્યારે ઇરાન વધુ હાહાકાર મચાવશે અને વિનાશ વેરશે. જોકે, સલામતી પરિષદે એ બધી બાબતો અવગણવાનું પસંદ કર્યું છે. ધાર્મિક નેતાઓના તાબા હેઠળના આ દેશ (ઇરાન)ના આતંકી શાસનને અમે યુરોપ, મધ્ય પૂર્વ અને એ પછીના દેશો માટે ખતરો બની જાય એટલી હદે શસ્ત્રોની લે-વેચ ક્યારેય નહીં કરવા દઈએ.

Related posts

यूक्रेन के इजुम मे मिली ४४० लाशों की सामूहिक कब्र

aapnugujarat

पाकिस्तान में बस में आग लगने से 18 जिंदा जले

aapnugujarat

ब्रिटेन-जापान ने द्विपक्षीय मुक्त व्यापार समझौते पर किया हस्ताक्षर

editor

Leave a Comment

UA-96247877-1