Aapnu Gujarat
गुजरात

સીએમ રૂપાણીએ ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સફળ શાસનના ચાર વર્ષ પૂરા થયા છે, અને પાંચમા વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે આ પ્રસંગે ગુજરાતમાં ૫૩૦૦ કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવાયો છે. ભરૂચના ભાડભૂત ખાતે રૂપિયા ૫૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભાડભૂત બેરેજ યોજનાના કાર્યનું ખાતમુર્હત કરાયું છે. ગાંધીનગર ખાતેથી સીએમ વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સમાં માધ્યમથી ઈ ખાતર્મુહૂત કર્યું હતું. રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલની હાજરીમાં ભાડભુત ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ માટે આધુનિક તકનીક સાથે આ યોજના વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વના વોટર પ્રોજેક્ટ નકશે પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, નર્મદાના કિનારે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે.મુખ્યમંત્રીએ આ યોજનાના ટેન્ડરમાં ફૂલ પ્રૂફ પારદર્શિતા સાથે બધી જ ટેકનિકલ બાબતોની સર્વગ્રાહી ચકાસણી કરીને મંજુર કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી આપતા તેઓએ કહ્યું કે, ૨૧ હજાર એમ.સી.એફ.ટી પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે ૬ લેન બ્રિજ બનતા ૧૮ કિલોમીટર અંતર ઘટશે. એટલું જ નહિ, ફીશિંગની પણ અલગ ચેનલ ઊભી થતાં માછીમારીને પણ વેગ મળશે. આ ઉપરાંત ભરૂચ વિસ્તારની પાણીની લાંબા સમયની સમસ્યાનો સુખદ નિવેડો આ યોજનાથી આવે તે માટે કલ્પસર વિભાગ સમયબદ્ધ રીતે આગળ વધીને આ યોજના વેળાએ પૂર્ણ કરશે.તો બીજી તરફ, ભાડભૂત બેરેજ યોજનાનો ભરૂચમાં વિરોધ થયો હતો. માછીમારી સમાજ દ્વારા નર્મદા નદીમાં બોટો લઇ કાળા વાવટા ફરકાવી યોજનાનો વિરોધ કરાયો હતો.

Related posts

સુરતનાં દિક્ષીત જરીવાલા હત્યા કેસમાં પત્ની વેલસીને જામીન મળ્યાં

aapnugujarat

प्रेरणातीर्थ देरासर रोड पर बुजुर्ग महिला की चेइन लेकर फरार युवक फरार

aapnugujarat

દેલવાડાના ખેડૂતે ગાયો માટે ખેતર ખુલ્લુ મૂક્યું

editor

Leave a Comment

UA-96247877-1