Aapnu Gujarat
व्यापार

ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ આઈપીઓ ડિસેમ્બરમાં

પીએસયુ ઇન્સ્યોરર ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ દ્વારા પ્રથમ વખત આઈપીઓ લાવવા માટેની તૈયારી કરવામાં આવી ચુકી છે. માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ટૂંક સમયમાં જ પ્રાથમિક જરૂરિયાત સાથે સંબંધિત પેપરો રજૂ કરવામાં આવનાર છે. આ પ્રક્રિયા પુરી થઇ ગયા બાદ ડિસેમ્બર સુધી માર્કેટમાં આઈપીઓ લાવવામાં આવશે. ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ચાર પીએસયુ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં સૌથી મોટી કંપની તરીકે છે. સરકાર દ્વારા આ સંચાલિત છે. ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જી શ્રીનિવાસને માહિતી આપતા કહ્યું છે કે, અમને આશા છે કે, આ કેલેન્ડર વર્ષના અંત સુધી આઈપીઓ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. જો માર્કેટની સ્થિતિ સારી રહેશે તો ડિસેમ્બરમાં આ આઈપીઓ લાવવામાં આવશે. સૂચિત ઇશ્યુ માટે ડ્રાફ્ટ રેડ હેરી પ્રોસ્પેક્ટ્‌સ (ડીઆરએચપી) ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

Related posts

કસ્ટમ ડ્યુટીના માળખામાં ફેરફાર કરવા તૈયારી

aapnugujarat

FPI દ્વારા મેમાં ૨૬૭૦૦ કરોડ રૂપિયા પરત ખેંચાયા

aapnugujarat

હવે જાન્યુઆરી-ડિસેમ્બર નાણાંકીય વર્ષ કરવા વડાપ્રધાનનું સૂચન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1