Aapnu Gujarat
गुजरात

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રવાસીઓની ૧૪ ટકા વૃદ્ધિ નોંધાઈ : જવાહર ચાવડા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ટુરિઝમનો વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવી હતી. જેના બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો. ત્યારે હાલ વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની છેલ્લા પાંચ વર્ષમાં ૧૪ ટકાની વૃદ્ધિ નોંધાઇ હોવાનો દાવો પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ગૃહમાં કર્યો છે.પ્રવાસન વિભાગની માગણી પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, પ્રવાસન વિકાસને વેગવંતો બનાવવા માટે ૧૯-૨૦માં ૪૦૧ કરોડની જોગવાઈ અને નવી બાબતો હેઠળ ૭૧ કરોડ મળી કુલ ૪૭૨ કરોડની જોગવાઇ કરી છે. પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવ છેલ્લા પાંચ વર્ષમાં ૧૨ લાખ લોકોએ મુલાકાત લીધી અને ૨.૩૦ લાખ લોકોએ રાત્રિ રોકાણ કર્યું છે. રણોત્સવમાં છેલ્લા એક વર્ષમાં એક લાખ પ્રવાસીઓએ રાત્રિ રોકાણ કર્યું અને જેના કારણે ૧૫ લાખ માનવદિન રોજગારી ઊભી થઈ હોવાનો દાવો પણ સરકારે કર્યો છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ દાવો કર્યો કે, રણોત્સવને કારણે ૮૧ કરોડની આવક થઈ છે.રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને બીચ ફેસ્ટિવલ ગુજરાતની આવકમાં મોટો વધારો થયો હોવાનો દાવો સરકારે કર્યો છે. પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના દાવા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવથી સ્થાનિક પતંગ ઉદ્યોગને ૧૮૦૦ કરોડની આવક થવા પામી છે. પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં વિદેશી પ્રવાસીઓ એન.આર.આઈ અને સ્થાનિક મળીને કુલ ૩૧ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩૮ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશના ૧૭૫૦ પતંગબાજોએ ભાગ લીધો અને ૧૨ લાખ લોકોએ આ પતંગોત્સવ માણ્યો હતો.મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, ૨૦૧૮માં બીચ ફેસ્ટિવલ ત્રણ સ્થળોએ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ૧.૭૧ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત ૫૦ કરોડના ખર્ચે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય સુવિધાઓની કામગીરી પ્રગતિમાં છે અને અત્યાર સુધીના ૨.૭૫ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, રાજ્યમાં ૩૫૨ નોંધાયેલા પ્રવાસન એકમોમા સંભવિત ૧૨,૪૩૭ કરોડનું મૂડી રોકાણ થશે અને રાજ્યમાં ૨૦ હજારથી વધુ લોકોને રોજગારી ઊભી થનાર હોવાનો દાવો પણ કર્યો છે.

Related posts

કડીમાં વરઘોડો કાઢવા બદલ દલિતોનો સામાજિક બહિષ્કાર

aapnugujarat

રાફેલ ડિલ સંદર્ભે ચુકાદાથી મોદીની બેદાગ છાપ ઉજાગર : વિજય રૂપાણી

aapnugujarat

પાવીજેતપુર તાલુકામાં એન્ટીલેપ્રસી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1