Aapnu Gujarat
खेल-कूद

મને શોએબ અખ્તર સામે રમવામાં મુશ્કેલી પડતી હતી : ધોની

ક્રિકેટની દુનિયામાં બેસ્ટ ફિનિશર્સમાં શામેલ ભારતીય વિકેટ કીપર અને બેટ્‌સમેન મહેન્દ્રસિંહ ધોનીના હેલીકોપ્ટર શોટ આગળ દિગ્ગજ બોલર પણ છાંખા પડી જાય છે.  લંડનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ ખુલાસો કર્યો કે તેને અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં ક્યાં બોલર સામે રમતા ડર લાગતો હતો. મહત્વપૂર્ણ છે કે લંડનમાં વિરાટ કોહલીએ ચેરિટી ડિનરનું આયોજન કર્યુ હતું જેમાં ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડી સહિત કોચ અનિલ કુંબલે અને સપોર્ટ સ્ટાફે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન શોના હોસ્ટ એલન વિલ્કિંસે ધોનીને તે બોલર વિશે પૂછ્યુ, જેના રમવામાં તેને સૌથી વધુ પરેશાની થતી હતી. જેનો જવાબ આપતા ધોનીએ કહ્યું, ‘મારી પાસે જે સીમિત ટેકનિક છે તેમાં દરેક ફાસ્ટ બોલરને રમવામાં ઘણી પરેશાની થાય છે.
ફાસ્ટ બોલરોનો સામનો કરવો મુશ્કેલ હતો. છતા જો મારે કોઇ એકની પસંદગી કરવી છે તો હું શોએબ અખ્તરને પસંદ કરીશ. તેની પાછળ આસાન કારણ છે, તે ઘણો ઝડપી હતો, તે યોર્કર નાખી શકતો હતો, બાઉન્સર નાખી શકતો હતો તેની વિરૂદ્ધ પૂર્વાનુમાન નથી લગાવી શકતા માટે તેની વિરૂદ્ધ રમવામાં મજા આવતી હતી’

Related posts

बांग्लादेश 106 रन पर ढेर

aapnugujarat

थाईलैंड ओपन बैडमिंटन : साल के पहले खिताब की तलाश में पीवी सिंधू

aapnugujarat

Expect to Rohit Sharma scores 2 more hundreds in World Cup 2019 : Virat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1