Aapnu Gujarat
गुजरात

કુબેરનગર-છારાનગરમાં ફરી પોલીસે દરોડા પાડ્યા

શહેરના છારાનગર-કુબેરનગર વિસ્તારમાં આજે ફરી એકવાર સેકટર-૨ પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું અને સ્થાનિક બુટલેગરો અને શંકાસ્પદ સ્થાનો પર સાગમટે દરોડા પાડી આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આશરે ૨૨૫થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ સમગ્ર છારાનગર વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતુ અને દારૂના જથ્થાનો મોટાપાયે નાશ કર્યો હતો. પોલીસે દેશી દારુના ૧૯ અને ઇંગ્લીશ દારુનો એક સહિત કુલ ૨૦ કેસો કર્યા હતા. ૧૨ની અટકાયત કરી હોવાના અહેવાલ મળ્યા છે. પોલીસના ફરી એકવાર મેગા ઓપરેશનને પગલે સ્થાનિક બુટલેગર તત્વોની સાથે સાથે સ્થાનિક રહીશોમાં પણ ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, આ વિસ્તારના રહીશો પોલીસની છાશવારે રેડ અને દરોડાથી હવે કંટાળ્યા હતા કારણ કે, પોલીસ વહેલી સવારે અને અડધી રાત્રે રેડ-દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરે છે. જેના કારણે સ્થાનિક લોકો પણ ત્રાહિમામ્‌ પોકારી ઉઠયા છે. બીજીબાજુ, શહેરમાં છારાનગર-કુબેરનગર વિસ્તાર દારૂના વેચાણ અને હેરાફેરીનું મોટામાં મોટું કેન્દ્ર હોઇ તેને નેસ્તેનાબૂદ કરવાના ભાગરૂપે પોલીસ છાશવારે સર્ચ ઓપરેશન અને મેગા ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી રહી છે. પોલીસ લઠ્ઠાકાંડ જેવી દુર્ઘટનાઓ સર્જાય નહી અને નાગરિકોના જીવની સલામતીનો મુદ્દો પણ આગળ ધરી રહી છે અને દરોડાની કાર્યવાહીને જસ્ટિફાય કરી રહી છે ત્યારે હવે છારાનગરના ઓપરેશન ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. આજે વહેલી સવારે પણ પોલીસે સમગ્ર વિસ્તારમાં સંભવિત સ્થાનો, લોકોના ઘરોમાં, રસોડામાં માળિયામાં, ઓસરીમાં, ભોંયરા અને ભૂગર્ભ ટાંકી સહિતના સ્થાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બાદમાં ૨૨૫થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ સંયુકત રીતે મેગા ઓપરેશન હાથ ધરી દારૂનો મોટો જથ્થો જુદા જુદા સ્થાનોએથી પકડી પાડયો હતો અને તેનો નાશ કર્યો હતો.

Related posts

અમદાવાદમાં શ્રી બાવન વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

aapnugujarat

કડી ના કાસ્વા ગ્રામ પંચાયત દ્વારા વિધવા બહેનો ને 5000 રૂપિયા નું કેસ વિતરણ કરવામાં આવ્યું.

editor

જીએસટીનાં વિરોધમાં હાર્ડવેર મરચન્ટ એસોસિએશને પાળેલો બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1