Aapnu Gujarat
शिक्षा

સંત કબીર સ્કૂલ શિક્ષિકા દ્વારા બાળકીને માર મારતાં હોબાળો

શહેરમાં સ્કૂલના ટીચર દ્વારા વિદ્યાર્થીઓને મારવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે શહેરની એક હાઇફાઇ સ્કૂલમાં આવો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. થલતેજમાં આવેલી સંત કબીર સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને તેનાં ક્લાસ ટીચરે માર મારીને બહાર કાઢી મૂકતાં આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગઇકાલે વિદ્યાર્થિની પોતાની બેન્ચ પર બેઠી હતી ત્યારે તેનું શાર્પનર નીચે પડી ગયું હતું. વિદ્યાર્થિની શાર્પનર શોધતી હતી તે સમયે ટીચરે તેને માર માર્યો હતો. સેટેલાઇટ વિનાયક રેસિડન્સીમાં રહેતા એક દંપતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સંત કબીરનાં ટીચર અનિતા ચોપરા વિરૂધ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવતાં હવે સમગ્ર વિવાદ ગરમાયો છે. દંપતીની આઠ વર્ષની દીકરી સંત કબીર સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. સવારના સાતથી દોઢ વાગ્યા સુધીનો વિદ્યાર્થિનીનો સ્કૂલનો સમય છે. દિવાળી વેકેશન પૂરું થયા બાદ ગઇ કાલે વિદ્યાર્થિનીનો સ્કૂલમાં બીજો દિવસ હતો ત્યારે ક્લાસ ટીચર અનીતા ચોપરાએ તેને માર મારીને ક્લાસની બહાર કાઢી મૂકીને પનીશમેન્ટ કરી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિની તેની બેન્ચ પર બેઠી બેઠી ભણતી હતી ત્યારે તેનું શાર્પનર નીચે પડી ગયું હતું. વિદ્યાર્થિની બેન્ચની નીચે જઇને શાર્પનર શોધતી હતી ત્યારે ટીચર અનીતા ચોપરા તેની જોડે આવ્યાં હતાં અને તમારે ભણવું હોતું નથી અને મસ્તી કરો છે તેમ કહીને માર માર્યો હતો. અનીતાએ વિદ્યાર્થિનીને માર્યા બાદ તેને ક્લાસમાંથી બહાર કાઢી મૂકીને પનીશમેન્ટ કરી હતી. સ્કૂલથી છૂટીને વિદ્યાર્થિની ઘરે આવી ત્યારે તે અચાનક રડવા લાગી હતી. વિદ્યાર્થિનીને રડતી જોઇને તેનાં માતાપિતાએ શું થયું તેમ પૂછ્યું હતું. અનીતા ટીચરે તેની સાથે કરેલા વર્તનની જાણ કરતાં ગઇકાલે સાંજે વિદ્યાર્થિનીના માતાપિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દરમ્યાન સંત કબીર સ્કૂલના પ્રિન્સિપાલ પ્રજ્ઞાબહેન પંડ્‌યાએ જણાવ્યું કે આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં આવી નથી, જો આવી ઘટના બની હોય તો વાલીએ અમારી પાસે આવી જણાવવું જોઈએ, પરંતુ તે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ગયા છે. આ પ્રકારનો કોઈ બનાવ બન્યો નથી.

Related posts

शिक्षा के नाम स्वनिर्भर स्कूल मुनाफा नहीं कमा सकती : सरकार

aapnugujarat

गुजरात यूनिवर्सिटी के द्वारा लेट फीस में बढौतरी की गई

aapnugujarat

ગુજરાતમાં ૬૦૦ મેડિકલ સીટો ઉમેરવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1