Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचारताजा खबर

નવેમ્બરમાં આર્જેન્ટિનામાં મોદી-જિનપિંગની મુલાકાત થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આર્જેન્ટિનામાં નવેમ્બર માસમાં મુલાકાત થવાની છે. જે અંગેની માહિતી ભારતમાં ચીનના રાજદૂત લુઓ ઝાઓહુએ આપી છે. ચીન અને ભારત દ્વારા અફઘાન રાજદૂત ટ્રેનિંગનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં લુઓ ઝાઓહુએ કહ્યુ કે, બન્ને દેશના નેતા વચ્ચે આર્જેન્ટિનામાં મહત્વની બેઠક મળવાની છે. આ ઉપરાંત ડિસેમ્બર માસમાં ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી પણ ભારતના પ્રવાસે આવશે. આ મુલાકાત દરમ્યાન ભારત-ચીન ઉચ્ચ સ્તરીય પીપલ્સ ટુ પીપલ્સ એક્ષેન્જને લોન્ચ કરવામાં આવશે. મહત્વનું છે કે, ડોકલામમાં ચીન અને ભારત વચ્ચે થયેલા ગતિરોધ વચ્ચે ભારત અને ચીન સંબંધ સુધારવાનો સતત પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે નવેમ્બર માસમાં નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મળનારી બેઠકને મહત્વની ગણવામાં આવી રહી છે.

Related posts

શરિઅત જોઈતી હોય તેઓ પાકિસ્તાન જતા રહે : સાક્ષી મહારાજ

aapnugujarat

સુનંદા પ્રકરણ : શશી થરુરને જામીન મળતા રાહત્

aapnugujarat

ભાગેડુ માલ્યાની બેંક ડિટેલ્સ ન આપવાની અપીલ સ્વિસ ફેડરલ ટ્રિબ્યૂનલે ફગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1