Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

કેરળ નન રેપ કેસના આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલને જામીન

કેરળ નન રેપ કેસના આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલના કેરળ હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કરતા રાહત આપી હતી. શરતોને આધિન જામીન પર બહાર નિકળેલા બિશપને કેરળમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને તેના પાસપોર્ટને કોર્ટ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.  કેરળ નન રેપ કેસમાં આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલની પોલીસે ૨૧ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી અને કોર્ટે ૩ ઓક્ટોબરે તેની જામીન અરજીને ફગાવી હતી. જે પછી બિશપે હાઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. બિશપે તેની અપીલમાં લથડતી તબિયત વિશે કોર્ટને જણાવ્યું હતું. સુનાવણીમાં કોર્ટે જણાવ્યું કે બિશપ તેમના હોદ્દા પર નથી. પરંતુ આ મામલાના બધા જ સાક્ષીઓને કોર્ટ દ્વારા ચોવીસે કલાકની સુરક્ષા આપવામાં આવી છે.  પીડિતાએ ૨૦૧૪થી ૨૦૧૬ સુધી બિશપ દ્વારા તેનું જાતિય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. બિશપે આ આરોપોને નકારતા, તેમની સામે બદલો લેવાની ભાવનાથી ફરિયાદ થઇ હોવાનો તર્ક લગાવ્યો હતો. બિશપે પીડિતાની ફરિયાદ સામે તપાસની માંગણી કરી હતી.

Related posts

ભુસ્ખલન થતા બદ્રીનાથ હાઇવે બંધ : ૨૫ હજાર યાત્રીઓ ફસાયા

aapnugujarat

ऑटो सेक्टर की गिरावट के लिए बीएस-6 मॉडल जिम्मेदार : वित्तमंत्री

aapnugujarat

બજેટમાં રેલવેને રેકોર્ડ ૧.૫૮ લાખ કરોડ રૂપિયા અપાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1