Aapnu Gujarat
गुजरात

વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ શહેરના ભીમ તળાવને ઊંડુ કરવાના કામનો પ્રારંભ કરાવ્યો

રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા ભીમ તળાવને ઊંડુ કરવાની કામગીરીનો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ, મેયરશ્રી ભરતભાઇ ડાંગર, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે તથા સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ શહેરને વધુ હરિયાળુ બનાવવા ભીમ તળાવ ખાતે વૃક્ષારોપણ કરી શહેરી વન ઉછેર (અર્બન ફોરેસ્ટ) નો પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, આજથી ૧૦૦ વર્ષ પહેલાં વડોદરાના દીર્ઘદ્રષ્ટા રાજવી શ્રી સયાજીરાવ ગાયકવાડે આજવા સરોવર અને વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યુ હતું. આજવા સરોવર આજે વડોદરા શહેરને પીવાનું પાણી જ્યારે ૧૧ કિ.મી. વિસ્તારમાં પથરાયેલુ વઢવાણા તળાવ ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું પાડે છે. ગુજરાત ગૌરવ દિન રાજ્ય સરકારે લોકભાગીદારીથી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચયનો મહાયજ્ઞ ઉપાડ્યો છે. આ અભિયાન હેઠળ રાજ્યના તળાવો, ચેકડેમો, નહેરોની સફાઇ, કાંસોની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે.

શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે, અભિયાન હેઠળ રાજ્યના ૧૩ હજાર તળાવો ઊંડા કરવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે જેને પરિણામે ૧૧ લાખ કરોડ ઘનમીટર પાણીનો જળસંગ્રહ થશે.

શ્રી ત્રિવેદીએ રાજ્ય સરકારના આ જળસંચય અભિયાનમાં સૌ નાગરિકોને સહયોગ આપવાનો તેમણે અનુરોધ કરી પાણીને ઘીની જેમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. વડોદરા શહેરમાં આવેલા વિવિધ તળાવો પણ ઊંડા કરવામાં આવશે તેમ જણાવતાં તેમણે શહેરને હરિયાળુ બનાવવા માટે મહત્તમ વૃક્ષોનું વાવેતર કરવા જણાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભીમ તળાવ ખાતે અર્બન ફોરેસ્ટની નવતર પહેલને તેમણે બિરદાવી હતી.

આ અવસરે મેયરશ્રી ભરતભાઇ ડાંગરે વડોદરા શહેરમાં જળસંચય અભિયાન દરમિયાન હાથ ધરાનાર કામોની વિગતો આપી મહાનગરપાલિકાની કામગીરીમાં સૌ નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, ડેપ્યુટી મેયરશ્રી યોગેશભાઇ પટેલ, વિવિધ સમિતિના અધ્યક્ષો, મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવ સહિત નગરસેવકો અને આ વિસ્તારના નાગરિકો હાજર રહ્યા હતા.

Related posts

ખોવાયેલા 11 મોબાઇલ વિરમગામ રેલ્વે પોલીસે શોધીને માલીકને પરત કર્યા

aapnugujarat

गांधीनगर के होस्टल संचालक के साथ मेडिकल में एडमिशन दिलाने के बहाने २६ लाख की धोखाधड़ी

aapnugujarat

पाटण की बलात्कार पीड़ित नाबालिग के गर्भपात के लिए मंजूरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1