Aapnu Gujarat
गुजरात

બેટી બચાવોની વાત વચ્ચે બેટી જ સલામત નથીઃ કોંગ્રેસ

સુરતમાં નાની બાળા પર થયેલા જઘન્ય કૃત્ય અંગે પ્રતિભાવ આપતા, કોંગ્રેસે તેને અત્યંત દુઃખદ ઘટના ગણાવી હતી.  આ મામલે પોલીસને આડેહાથે લેતા, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે પોલીસે લીપાથોપીના બદલે પરિણામલક્ષી કામ કરવું જોઈએ. ગુનેગારોને આકાશ કે જમીનમાથી શોધી કાઢવા જોઈએ. આરોપીઓને દાખલો બેસાડતી સજા થવી જોઈએ. સ્થાનિક ધારાસભ્ય ક્રાઈમરેટના ગણીતમાં ના પડે. આ મામલે રાજકારણ છોડી માનવિય અભિગમ અપનાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. સુરતમાં માસુમ બાળા સાથે થયેલા જધન્ય કૃત્ય અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે સમાજ માટે અત્યંત દુઃખદ ઘટના બની છે. પોલીસ અને સરકારે ક્રાઈમરેટના અંકગણીત કે બીજગણીતમાં પડ્યા વગર પરિણામલક્ષી કામગીરી કરવી જોઈએ. પોલીસે લીપાથોપી કરવાના બદલે આરોપીઓને આકાશ કે પાતાળમાંથી એટલે કે જ્યા પણ છૂપાયા હોય ત્યાંથી શોધી કાઢીને દાખલો બેસાડતી સજા કરવી જોઈએ.

Related posts

पश्चिम और पूर्व के क्षेत्रों में दस नये पार्क बनाये जायेंगे

aapnugujarat

ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧૦ લાખ યુવાનોને રોજગારી મળી ચુકી છે

aapnugujarat

દિયોદર તાલુક કિસાન એકતા સમિતિએ મામલતદારને આવેદનપત્ર સોંપ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1