Aapnu Gujarat
खेल-कूद

આજે પંજાબ અને મુંબઈ વચ્ચે રોમાંચક મેચ

ઈન્ડિયન પ્રિમિયર લીગમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ ખેલાનાર છે. મુંબઈ ઈન્ડિયન્સ હજુ સુધી રમેલી ૧૨મેચો પૈકી નવ મેચો જીતીને ૧૮ પોઈન્ટ ધરાવે છે. બીજી બાજુ કિંગ્સ ઈલેવન પંજાબ ૧૨ મેચો પૈકી છમાં જીત મેળવી છે.આ ટીમમાં મિલર, મેક્સવેલ જેવા શક્તિશાળી ખેલાડી હોવા છતાં ટીમનો દેખાવ હજુ સુધી નબળો રહ્યો છે. આ ટીમને વધુ શાનદાર દેખાવ કરવાની જરૂર દેખાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પોલાર્ડ, માલિંગા, પંડ્યા બંધુઓ પર તમામની નજર રહેશે. રોહિત શર્મા પણ ફોર્મ મેળવી ચુક્યો છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. આ મેચનું આવતીકાલે મુંબઇથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. મેચને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રોહિત શર્મા અને મેક્સવેલ આમને સામને રહેશે. ઈન્દોર ખાતે રમાનારી આ મેચ ખૂબ જ રોમાંચક બની શકે છે.
ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુૅબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો પાંચમી એપ્રિલથી શરૂ થઈ હતી. જે હવે ૧૪મી મે વચ્ચે રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમિયર લીગની મેચો પાંચમાં એપ્રિલથી શરૂ થયા બાદથી હજુ સુધી તમામ મેચો ખૂબ જ રોચક રહી છે. આ વખતે હજુ સુધી આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝ હૈદરબાદ અને કિંગ્સ ઈલેવન પંજાબનો દેખાવ શાનદાર રહ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ આજની મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવાના પ્રયાસ કરશે. કિગ્સ ઇલેવન પાસે મેચ જીતવા સિવાય કોઇ વિકલ્પ નથી. જો કે મુંબઇ ફેવરીટ ટીમ તરીકે મેદાનમાં ઉતરશે. બન્ને ટીમો પૂર્ણ તૈયાર છે.

Related posts

मेरे परिवार के लोगों को गालियां सुननी पड़ी जिसका मुझे बहुत दुख हुआ

editor

એશિયાના સૌથી હોટેસ્ટ મેન્સમાં કોહલીનો સમાવેશ

aapnugujarat

શ્રીલંકાની સીરીઝ ફળી : ભારતીય ખેલાડીઓનું રેન્કિંગ સુધર્યું, રોહિત પાંચમાં સ્થાને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1