Aapnu Gujarat
राष्ट्रीय

સુંજવાન આર્મી કેમ્પ પર હુમલો કરવા ૧૦ મહિનાથી કાશ્મીરમાં રહેતાં હતાં આતંકીઓ

જમ્મુમાં સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ સેનાનું ઓપરેશન ૧૧મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું હતું. આ આતંકી હુમલા અંગે એવી ચોંકાવનારી માહિતી મળી છે કે સુંજવાન આર્મી કેમ્પ પર હુમલો કરવા માટે જૈશ-એ-મોહંમદના આતંકીઓ છેલ્લા દસ મહિનાથી કાશ્મીરમાં ડેરા-તંબુ નાંખીને બેઠા હતા અને આ હુમલાનું લાંબા સમયથી પ્લાનિંગ ચાલી રહ્યું હતું.ઇન્ડિયા ટુડેને મળેલી એકસકલુઝિવ જાણકારી અનુસાર જૈશના આતંકીઓએ સ્થાનિક સાગરીતોની મદદથી આ હુમલા માટે આર્મી કેમ્પની અનેક વખત રેકી કરી હતી અને ત્યાર બાદ મોટા હુમલાને અંજામ આપ્યો હતો.સ્થાનિક સાગરીતોએ તેમને શસ્ત્રો, કપડાં અને જરૂરી શસ્ત્ર-સરંજામ પૂરો પાડયો હતો. હુમલા પહેલાં કેમ્પમાં ઘૂસવાના રસ્તા અને આસપાસના વિસ્તારની અનેક વખત રેકી કરવામાં આવી હતી. આ આતંકી હુમલામાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓ પાકિસ્તાનના હતા અને તેમના નામ કરી મુસ્તાક, મોહંમદ આદિલ અને રાશિદભાઇ હતા.આર્મી અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ હવે એ વાતની તપાસ કરી રહી છે કે આ આતંકીઓને સ્થાનિક મદદ કઇ રીતે અને કોના તરફથી મળી હતી. આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં સ્થાનિક સામગ્રી મળી આવી હતી. જેમાં અન્ડર ગારમેન્ટ, ડ્રાયફ્રૂટસ અને ખાણીપીણીની અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.એવું કહેવાય છે કે આ આતંકીઓ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં આવીને રોકાયા હતા. ત્રાલ આતંકી બુરહાન વાનીનો ગઢ છે. એવા પણ અહેવાલો મળ્યા છે કે સુંજવાન આર્મી કેમ્પની અત્યંત નજીક રોહિંગ્યા શરણાર્થીઓની એક વસાહત છે. આ આતંકીઓ રોહિંગ્યા શરણાર્થીઓના વિસ્તારમાં થઇને આર્મી કેમ્પમાં ઘૂસ્યા હતા.રોહિંગ્યા મુસ્લિમોનો આ વિસ્તાર આર્મી કેમ્પથી માત્ર પ૦૦ મીટર જ દૂર છે. આમ આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં રોહિંગ્યા શરણાર્થીઓની પણ ભૂમિકા હોવાની આશંકા છે. દરમિયાન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની એક ટીમ સુંજવાન આર્મી કેમ્પની રવિવારે મુલાકાત લીધી હતી અને સેના દ્વારા એકત્ર કરવામાં આવેલા પુરાવાની તપાસ કરી હતી.સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા હુમલા દ્વારા એક વાત ફરી સાબિત થઇ ગઇ છે કે પાકિસ્તાન ભારતીય સેના પર હુમલા કરાવવા માટે આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદનો ભારત વિરુદ્ધ એક મોટા શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓને મળેલા ઇનપુટ દ્વારા એવો ઘટસ્ફોટ થયો છે કે જૈશનો વડો મૌલાના મસુદ અઝહરે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત વિરુદ્ધ ચાર મોટા હુમલાનું પ્લાનિંગ કર્યું હતું.

Related posts

રાજનીતિમાં જોડાવવા કમલ હસનને કેજરીવાલની અપીલ

aapnugujarat

દેશમાં તમામ વિદ્યુત મીટરોને ત્રણ વર્ષમાં સ્માર્ટ પ્રિપેઇડમાં રૂપાંતરિત કરાશે

aapnugujarat

मुझे भगवा रंग में रंगना चाहती बीजेपी : रजनीकांत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1