Aapnu Gujarat
खेल-कूद

કોહલીની તુલના એલ્વીન કાલીચરણે વિવિયન રિચર્ડસ સાથે કરી

વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી એલ્વીન કાલીચરણે હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. કોહલીની પ્રશંસા કરતા કાલીચરણે કોહલીની તુલના આક્રમક ખેલાડી વિવ રિચર્ડસ સાથે કરી દીધી છે. સાથે સાથે એમ પણ કહ્યુ છે કે ભારતને કદાચ હવે કોહલી જેવો કોઇ કેપ્ટન મળશે નહી. યુપીના પીલીભીતમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટના કાર્યક્રમ માટે આવેલા કાલીચરણે વિરાટની ભારે પ્રશંસા કરી હતી. કેરેબિયન દિગ્ગજે હતુ કે કોહલી ખુબ મક્કમ ખેલાડી છે. કાલીચરણે કહ્યુ હતુ કે કપિલ દેવ તેના કાર્યગાળ દરમિયાન પોતાની રીતે કઠોર નિર્ણય કરતા હતા. હવે વિરાટ કોહલી આ નિર્ણય કરી રહ્યા છે. કાલીચરણે પોતાના ગાળામાં ૬૬ ટેસ્ટમાં ૧૦૯ ઇનિગ્સમાં ૪૩૯૯ બનાવ્યા હતા. જેમાં ૧૨ સદીનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં તેનો સ્ટ્રાઇક રેટ ૧૦૦ ઉપર રહ્યો છે. કાલીચરણે ૩૧ વનડે મેચમાં ૮૨૬ રન કર્યા હતા. વિરાટ હાલમાં આફ્રિકાની સામે જે રીતે બેટિંગ કરી રહ્યો છે તેના કારણે તમામ ભારે પ્રભાવિત છે. ગઇકાલે પાકિસ્તાનના મહાન ખેલાડી જાવેદ મિયાદાદે પણ તેની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ૮૦ના દશકના દુનિયાના શ્રેષ્ઠ બેટ્‌સમેન જાવેદ મિયાદાદ પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી. મિયાદાદે પોતાના સમયમાં ૩૫૭ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૬૨૧૩ રન કર્યા હતા. જાવેદ મિયાદાદ પાકિસ્તાનનો આધારસ્તંભ તરીકે હતો. મિયાદાદે પોતાના સમય ગાળામાં જ ૨૩૩ મેચમાં ૪૧ રનની સરેરાશ સાથે ૭૩૮૧ રન કર્યા હતા. કેપટાઉન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૩-૦ની નિર્ણાયક લીડ મેળવ લીધી હતી. વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા.વિરાટ કોહલીએ ૧૫૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૬૦ રનની ઇનિગ્સ રમી હતી. આ મેચથી જ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન ભારે પ્રભાવિત થયો હતો.

Related posts

४ पर पर ही खेलेंगे अय्यर

aapnugujarat

ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પર ગેઇલે કર્યો મોટો ખુલાસો

aapnugujarat

द. अफ्रीका के सहायक बल्लेबाजी कोच बने लांस क्लूसनर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1