Aapnu Gujarat
गुजरात

૧૦ લાખ બહેનોને ડિજિટલ લિટરસી દ્વારા સાંકળી લેવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયની નારી મહિલાશÂક્તને સમયાનુકુલ પરિવર્તન સાથે ડિઝીટલ ક્રાંતિ તરફ પ્રેરિત થવા આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, માતાઓ-બહેનો આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી વિતાસયાત્રામાં આગવું પ્રદાન કરે તે માટે ટેબ્લેટ જેવા ઉપકરણો પુરા પાડવામાં આવી રહ્યા છે. વિજય રૂપાણીએ ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્કસ ફેડરેશનના ઉપક્રમે મિશન વીમેન એમ્પાવરમેન્ટનું લોન્ચીંગ કર્યું હતું. આ અવસરે તેમણે બહેનોને ૨૦ ટેબ્લેટ પણ પણ પ્રતિકરૂપે વિતરણ કર્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં નારીશÂક્તના વિકાસના આધાર ઉપર રાજય સરકારે અનેકવિધ મહિલા કલ્યાણ યોજનાઓ સાકાર કરી છે. પંચાયતો અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓમાં ૫૦ ટકા મહિલા આરક્ષણ તેમજ પોલીસ દળમાં ૩૩ ટકા અનામત જેવા પહેલ રૂપ નિર્ણયો અને ૬૫૩ જેટલી મહિલા કલ્યાણ યોજનાઓ સાથેનું જેન્ડર બજેટ ગુજરાતમાં મહિલા સશÂક્તકરણના ઉદ્દીપક બન્યા છે.

વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની ભાવિ પેઢીને ડિઝીટલ યુગમાં લઈ જવાની નેમ સાથે બધી જ શાળાઓમાં ડિઝીટલ વર્ચ્યુઅલ કલાસ રૂમ શરૂ કરવાની નેમ છે. રાજયની શાળાઓમાં ધો.૭-૮ના ૨૪૦૦ વર્ગોને આવા વેર્ચ્યુએલ એજ્યુકેશનથી સાંકળી લેવાના છીએ તેમ પણ તેમણે ઉમેર્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતના આ બધાના પરિણામે ડિઝીટલ ક્રાંતિમાં પણ નંબર વન બનશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આજે ગુજરાત એ હરેક ક્ષેત્રે વિકાસનો પર્યાય બની ગયું છે. મહિલાશÂક્ત, યુવાનો, આદિજાતિ, વંચિત, પીડિત સૌના વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર લઈને રાજય સરકાર સુશાસનની દિશામાં સેવારત છે. તેમણે રાજયમાં ૧૦ લાખથી વધુ માતા બહેનોને ટેબ્લેટ જેવા આધુનિક ઉપકરણથી ડિઝીટલ યુગમાં પ્રવેશવાની તક મળશે તેવો વિશ્વાસ દર્શાવતા ઉમેર્યું કે, કો-ઓપરેટીવ બેન્કસ ૧ ટકાના નજીવા વ્યાજે આ ટેબ્લેટ આપીને નારી સશકિતકરણની સમાજ સેવા ભાવના નિભાવે છે તે પ્રસંશનીય છે. મુખ્યમંત્રીએ રાજય સરકારની આ વર્ષે ધો.૧૨ પાસ લઈને કોલેજમાં પ્રવેશ મેળવનારા સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને માત્ર ૧ હજારની ટોકન કિંમતે ટેબ્લેટ આપવાની યોજનાની ભૂમિકા પણ આપી હતી. આ પ્રસંગે ઉપÂસ્થત રહેલા કેન્દ્રીય રેલ્વે સુરેશ પ્રભુએ જણાવ્યું કે, સહકાર અને સરકાર સાથે મળીને કામ કરીશું તો પ્રગતિ નિશ્વિત છે. સહકાર ક્ષેત્રે મહિલાઓનું પણ યોગદાન પ્રદાન મહત્તમ જાવા મળે છે. સમાજને બદલવાની તાકાત †ી શÂક્ત ધરાવે છે. ત્યારે સહકાર ક્ષેત્રે જાડાયેલી મહિલાઓને આ તબક્કે ટેબલેટ આપી ડિજીટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યા છીએ. ડિજીટલાઈઝેશન ક્ષેત્રે પણ મહિલાઓનું પણ એટલું જ યોગદાન જરૂરી છે.

Related posts

દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં બાર ખોલવાની પરવાનગી આપવામાં આવી

editor

પંચમહાલ કોંગ્રેસ દ્વારા માસ્કનું વિતરણ કરાયું

editor

કાંકરેજ પૂર્વ વિસ્તારના ખેડૂતોની ભૂગર્ભ જળને પહોંચી વળવાની સરકાર પાસેની માંગણીમાં છીડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1