Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

ચીનમાં જીજસના પોસ્ટરની જગ્યાએ પ્રમુખ જિનપિંગ

ચીનમાં આવેલા એક મહત્વપૂર્ણ બદલાવમાં હજારો ખ્રિસ્તીઓએ ઇસામસીહની તસ્વીરો હટાવીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના પોસ્ટરો લગાવી દીધા છે. મિડિયાના અહેવાલ અનુસાર સરકારે ગરીબોની મદદ માટે ચલાવેલી યોજનાને કારણે આમ કરવામાં આવ્યું છે. બીજી તરફ અખબારી અહેવાલ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ માઓસ્તેના સમયમાં આખા દેશમાં તેમની તસ્વીર લગાવી પડતી હતી. ઘણા વર્ષો બાદ ફરી ચીનમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ચીનમાં એક અનુમાન મુજબ નવ કરોડ જેટલા ખ્રિસ્તીઓ વસવાટ કરી રહ્યા છે. તેમને ઇસામસીહની તસ્વીરો દૂર કરવાથી લઇને ક્રોસ પણ હટાવવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ તેઓને અનુકુળ ન હોવા છતાં પણ તેમના ઉપર દબાણપૂર્વક આમ કરાવવામાં આવી રહ્યું હોવાનું અહેવાલમાં કહેવાયું છે. ચીનમાં વસવાટ કરી રહેલા ખ્રિસ્તીઓ પૈકી ૧૦ લાખની વસતીવાળા યુગાનકાઉન્ટીમાં ૧૧ ટકા લોકો ગરીબીની રેખા નીચે જીવન જીવી રહ્યા છે. ચીનમાં એમ કહેવાય છે કે, માઓવાદ વર્તમાન રાષ્ટ્રપતિ એવા નેતા છે તેમના વિચારોને કોમ્યુનિસ્ટ પાર્ટીએ બંધારણમાં સ્થાન આપ્યું છે. જેને લઇને ચીનમાં આગામી સમયમાં ખુબ મોટો વર્ગવિગ્રહ પણ સામે આવી શકે છે.

Related posts

अमेरिका : अब कॉल सेंटर की नौकरी पर नजर

aapnugujarat

अमेरिका में गन कल्चर हावी !

aapnugujarat

ચીનની બેલ્ટરોડ યોજનાથી મલેશિયા બહાર નીકળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1