Aapnu Gujarat
गुजरात

કેન્દ્રિય ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી અગ્રવાલનું નર્મદા જિલ્લામાં આગમન

ભારતના ચૂંટણીપંચ તરફથી નર્મદા જિલ્લાની ૧૪૮-નાંદોદ (અ.જ.જા.)  અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારની બેઠકો માટે નિમાયેલા કેન્દ્રિય ચૂંટણી ખર્ચ નિરીક્ષક શ્રી આનંદ અગ્રવાલે ગઇકાલે સાંજે નર્મદા જિલ્લામાં તેમના આગમનની સાથે જ રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામા, એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલના ચીફ કો-ઓર્ડિનેટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સહિત ચૂંટણીલક્ષી ખર્ચ નિયંત્રણની બાબતો સાથે સંકળાયેલા વિવિધ નોડલ અધિકારીશ્રીઓ અને વિવિધ ટીમો સાથે બેઠક યોજીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આ સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવીને પ્રાથમિક સમીક્ષા કરી હતી. કેન્દ્રિય ચૂંટણી ખર્ચના નિરીક્ષકશ્રી આનંદ અગ્રવાલના ટેલીફોન નંબર- (૦૨૬૪૦)-૨૩૨૨૦૭ અને મોબાઇલ નંબર- ૮૧૪૧૫૧૦૩૧૨ છે, જેની સંબંધકર્તાઓને નોંધ લેવા પણ વિનંતી છે.

રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે ગઇકાલે સાંજે ઇન્ડીયન ડિફેન્સ એકાઉન્ટ સેવાના અધિકારીશ્રી અને નર્મદા જિલ્લાની ઉક્ત બંને વિધાનસભા મતવિસ્તારની બેઠકો માટેના કેન્દ્રિય ખર્ચ નિરીક્ષકશ્રી આનંદ અગ્રવાલ (IDAS, NCT OF DELHI) ના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકને સંબોધતા શ્રી અગ્રવાલે ફ્લાઇંગસ્કોર્ડ ટીમ, સ્ટેટીકલ સર્વેલન્સ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુવીંગ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, MCMC ઉપરાંત એક્ષ્પેન્ડીચર સેલ સહિતની જેવી વિવિધ ટીમોની કામગીરી એકબીજા સાથે પુરક રીતે સંકળાયેલી હોઇ, આ તમામ ટીમોને તેમની ફરજો અને કામગીરી સુપેરે પાર પાડવા સમયસરનું પરસ્પર જરૂરી સંકલન જાળવવાની સાથોસાથ પૂરતી સતર્કતા સાથે સંબંધિત ટીમોને તેમના કાર્યક્ષેત્રના વિસ્તારની ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખવાની ખાસ સુચના આપી હતી. આ ટીમોની સંવેદનશીલ કામગીરી સંદર્ભે પુરતી ચોકસાઇ અને કાળજી રાખવાથી સંભવતઃ ઉદભવનારી ઘણી બધી બાબતોનું આપોઆપ નિરાકરણ થઇ જતુ હોય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રિય નિરીક્ષકશ્રી આનંદ અગ્રવાલે જિલ્લાના ચૂંટણીલક્ષી ફરિયાદ-કંટ્રોલરૂમના ટેલીફોન નંબર અને તેની કામગીરી સબબની જાણકારી બાબતની વ્યાપક પ્રચાર-પ્રસારની હિમાયત કરવાની સાથોસાથ બન્ને મતવિસ્તારના મદદનીશ ખર્ચ નિરીક્ષક અને એકાઉન્ટીંગ ટીમની ભૂમિકા ખુબ જ મહત્વની રહેલી છે તેમ જણાવી આ ટીમોએ ઉમેદવારો દ્વારા થતા ખર્ચની ઝીણવટભરી બાબતો પર ખાસ લક્ષ સેવી પૂરતી સમજદારી અને ચોક્કસાઇપૂર્વક તેની નોંધ શેડો રજીસ્ટરમાં સુવ્યવસ્થિત રીતે થાય તેની પણ ખાસ કાળજી રાખવા અંગેની સુચના આપી હતી. તેમને ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબની બાબતોનો ગહનતાપૂર્વક પુરતો અભ્યાસ કરીને તેમાં જો કોઇ મુંઝવણ જણાતી હોય તો તે અંગેની પૃચ્છા સાથે પુરતુ માર્ગદર્શન મેળવી લેવાની પણ હિમાયત કરી હતી, આ બેઠકમાં શ્રી અગ્રવાલે ચૂંટણીપંચના દિશા નિર્દેશો મુજબનું જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામા તેમજ એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલના ચીફ કો-ઓર્ડિનેટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી આપવાની સાથોસાથ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ સબબની કામગીરી માટે વિવિધ ટીમોની રચના અને તેમના દ્વારા રૂટીનમાં થઇ રહેલી કામગીરીથી કેન્દ્રિય ખર્ચ નિરીક્ષકશ્રી અગ્રવાલને વાકેફ કર્યા હતા અને ચૂંટણીપંચની આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ સાથે જિલ્લા ચૂંટણીતંત્રની અપેક્ષિત કામગીરી પરિણામલક્ષી બની રહેશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ બેઠકમાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા વિવિધ નોડલ અધિકારીશ્રીઓ શ્રી ડી.કે. બારીયા, શ્રી જી.આર. ધાકરે, શ્રી આર.વી બારીયા, શ્રી એસ.જી. ગાવિત, શ્રી આર.એમ. ચૌધરી, શ્રી એન.યુ. પઠાણ, શ્રી ગાકુબ ગાદીવાલા, ઇન્કમટેક્ષના ડેપ્યુટી કમિશનરશ્રી કર્વે સહિત આયકર વિભાગના અન્ય અધિકારીશ્રીઓ, વિવિધ ટીમના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

 

Related posts

अहमदाबाद : २५ दिन में उल्टी-दस्त के ३८० केस

aapnugujarat

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ચૂંટણીનાં કાર્યમાં લાગી જવા આહ્વાન કર્યું

aapnugujarat

નરોડા ગામ રાયોટીંગ કેસ : માયાબહેન-જયદીપે ટોળાને ઉશ્કેર્યા હોવાની બાબત ખોટી : સાક્ષીનો ધડાકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1