Aapnu Gujarat
गुजरात

તા. ૯ નવેમ્બર થી ૧૪ ડિસેમ્બર-૨૦૧૭ સુધી સર્વે પર ચૂંટણી પંચનો પ્રતિબંધ

રાજ્યમાં આગામી ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ બે તબક્કામાં તા.૯ અને તા. ૧૪ ડિસેમ્બર-૧૭ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડિયા પરથી ચૂંટણીલક્ષી પરિણામોની આગાહી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ચૂંટણી સંદર્ભે લોકપ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૧૨૬(એ) મુજબ મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી દરમિયાન કોઇપણ પ્રકારની આગાહી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ધારા હેઠળ તા. ૯ નવેમ્બર-૧૭ના સવારના ૮.૦૦ કલાકથી તા.૧૪ ડિસેમ્બર-૧૭ સાંજના ૬.૦૦ વાગ્યા સુધી કોઇપણ પ્રકારના પરિણામોની આગાહી પ્રિન્ટ કે ઇલેકટ્રોનિક મીડિયાના માધ્યમથી કરી શકશે નહીં.

Related posts

ગુજરાત ટુરીઝમમાં સર્વશ્રેષ્ઠ : રૂપાણી

aapnugujarat

દલિતો પર અત્યાચાર પ્રશ્ને રાજયપાલ સમક્ષ રજૂઆત

aapnugujarat

નર્મદા જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1