Aapnu Gujarat
गुजरात

ગુજરાત ટુરીઝમમાં સર્વશ્રેષ્ઠ : રૂપાણી

મુખ્મમંત્રી વિજય ર-પાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત પાસે નિસર્ગદત્ત એટલું બધુ વૈવિધ્ય છે કે, નૈસર્ગિક સૌંન્દર્યને ચાહનારા લોકો માટે ગુજરાત આગવું સ્થળ બની રહ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા વાઇલ્ટ લાઇફ અને બર્ડ વોચર્સને અનુલક્ષીને યોજાયેલા ટાઈમ્સ પેશન ટ્રેઇલ્સને પ્રસ્તાન કરાવતા મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટીનેશન ઓફ ટુરીઝમ તરીકે ગણાવીને ઉમેર્યું હતું કે, ગુજરાત નૈસર્ગિક સંપત્તિની દ્રષ્ટિએ ધની છે. અહીં ૧૬૦૦ કિમીનો દરિયા કિનારો, વન સંપદા, વન્ય જીવસૃષ્ટિતી લઇને અનેક વૈવિધ્ય છે. અહીં એક તરફ કચ્છનું સફેદ રણ છે તો બીજી તરફ સાપુતારા ગિરીમથક છે. અહીં ધરમપુરથી ધોળાવીરા અને દિવતી ડાંગ સુધી નૈસર્ગિક સૌન્દર્ય અને પ્રવાસન વૈવિધ્ય છે. મુખ્યમંત્રી એક અગ્રણી અખબારના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમ સંદર્ભે જણાવ્યું હતું કે, અખબાર જ્યારે સમાજ જીવનના વૈવિધ્યને અને નૈસર્ગિક સૌન્દર્યને વિશ્વ ફલક ઉપર મુકે ત્યારે સોનામાં સુગંધ ભળે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ વેળા વાઇલ્ડ લાઇફ અને બર્ડ વોચિંગના ચાહકો માટે થોળ બર્ડ સેન્ચુરી, ઘુડખર સેન્ચુરી દસાડા, બર્ડ સેન્ચુર નળ સરોવર, કાળિયાર અભયારણ્ય વેળાવદર અને ગીર વાઇલ્ડ લાઇફ સેન્ચુરીની સફરને રૂપાણીએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

Related posts

વસ્ત્રાલની માધવ વિદ્યાવિહાર સ્કૂલમાં વાલીઓનો હોબાળો

aapnugujarat

गुजरात के बाढ़ग्रस्त क्षेत्रों में राहत कार्य युद्ध के स्तर पर जारी

aapnugujarat

CM BHUPENDRA PATEL ने सुरेन्द्रनगर के पाटड़ी गांव से 134 करोड़ के विभिन्न विकास कार्यों का किया शिलान्यास और लोकार्पण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1