Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

ઇમરાન હાશ્મી કેન્સર પરની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં રહેશે

દેશમાં એક ચાહક વર્ગ ધરાવનાર અને બોલિવુડમાં સિરિયલ કિસર તરીકે જાણીતો રહેલો ઇમરાન હાશ્મી હવે કેન્સર પર એક દસ્તાવેજી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જો કે ઇમરાને કહ્યુ છે કે આ પ્રકારના પ્રોજેક્ટ પર કામ કરવાની બાબત હમેંશા ફિલ્મ કરતા વધારે મુશ્કેલરૂપ રહે છે. કારણ કે તેની કોમર્શિયલ વેલ્યુને લઇને હમેંશા શંકા રહે છે. ધ સી વર્લ્ડ નામ પરથી આ ડોક્યુમેન્ટરી ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ડોક્યુમેન્ટરી પ્રથમ પ્રાથમિકતા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પોતાના પુત્રને કેન્સરની અસર થઇ ત્યારે ઇમરાન ભારે મુશ્કેલ તબક્કામાંથી બહાર નિકળ્યો હતો. પોતાના પુત્ર અયાનને કેન્સરની સારવારમાં ઇમરાને કોઇ કમી રાખી ન હતી. તેનુ કહેવુ છે કે હમેંશા લોકો ડોક્યુમેન્ટરીની કોમર્શિયલ વેલ્યુની વાત કરતા રહે છે. ફેબ્રુઆરી ૨૦૧૦માં જન્મેલા અયાન ઇમરાન અને તેમની પત્નિ પરવીનનો પ્રથમં બાળક છે. વર્ષ ૨૦૧૪માં ઇમરાન હાશ્મીનો પુત્ર માત્ર ચાર વર્ષનો હતો ત્યારે તેમાં કેન્સરના લક્ષણ દેખાયા હતા. પ્રથમ તબક્કાના કેન્સરમાં હોવાની બાબત સપાટી પર આવ્યા બાદ ઇમરાન હચમચી ઉઠ્યો હતો. તરત સારવાર શરૂ કરવામાં આવી હતી. તે હવે સ્વસ્થ થઇ ચુક્યો છે. ઇમરાન આ તમામ અનુભવને લઇને એક પુસ્તક પણ લખી ચુક્યો છે. ઇમરાન હાશ્મીની છેલ્લી ફિલ્મ બાદશાહો હાલમાં રજૂ કરવામાં આવી છે. જે બોક્સ ઓફિસ પર શાનદાર દેખાવ કરી રહી છે. ફિલ્મમાં તેની સાથે અજય દેવગન, ઇલિયાના ડી ક્રુઝ અને ઇશા ગુપ્તાની પણ ભૂમિકા છે. ફિલ્મ એક્શનથી ભરપુર છે. અજય અને ઇમરાન પહેલા પણ એક સાથે કામ કરી ચુક્યા છે. ઇમરાન પાસે અન્ય કેટલીક મોટી ફિલ્મ હાથમાં છે.

Related posts

सईद की रिहाई के जवाब में बुगती को भारत शरण देगा

aapnugujarat

ભારત-પાકિસ્તાન બાદ હવે મસૂદ મુદ્દે ચીન અને અમેરિકા આમને સામને, ડ્રેગને આપી ચેતવણી

aapnugujarat

अमेरिकी हिंसा के बीच जो बाइडेन और कमला हैरिस की जीत पर लगी मुहर

editor

Leave a Comment

UA-96247877-1