Aapnu Gujarat
मनोरंजन

અક્સર -૨ ફિલ્મમાં ઝરીન ખાન સેક્સી ભૂમિકામાં હશે

વર્ષ ૨૦૦૬માં ઇમરાન હાશ્મીની ફિલ્મ અક્સરની સિક્વલ ફિલ્મ હવે તૈયાર કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અગાઉની જેમ જ તમામ મસાલા, રોમાન્સ અને થ્રીલર સીન જોવા મળનાર છે. આ વખતે અક્સર -૨ ફિલ્મ મારફતે લોકપ્રિય ટીવી સ્ટાર ગૌતમ રોડે બોલિવુડમાં પ્રવેશ કરવા જઇ રહી છે, તેની સાથે અભિનવ શુક્લા અને ઝરીન ખાન પણ જોરદાર રોલમાં નજરે પડનાર છે. અક્સર-૨ ફિલ્મનું નિર્દેશન અનંત મહાદેવન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની પટકથા ખમ્બાટાની આસપાસ ફરે છે, જે રોલ અભિનેત્રી લિલેટ દુબે દ્વારા અદા કરવામાં આવનાર છે. ફિલ્મમાં ખમ્બાટાને એક રઇસ મહિલા તરીકે રજૂ કરવામાં આવનાર છે જેનો લાભ લેવાનો પ્રયાસ ઇન્વેસ્ટમેન્ટ બેંકર દ્વારા કરવામાં આવે છે. જોકે મોડેથી તેમની સામે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવે છે. ફિલ્મમાં ઝરીન ખાન ખુબ હોટ અંદાજમાં નજરે પડનાર છે. આ ફિલ્મ ૬ ઓક્ટોબરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. આ ફિલ્મના સંબંધમાં ઇમરાન હાશ્મીએ પણ ખુશી વ્યક્ત કરી છે.
ઇમરાન હાશ્મીએ ફિલ્મની વાત કરતા કહ્યુ છે કે તે અક્સર -૨ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યો છે. ઇમરાન હાશ્મીએ ફિલ્મ અને ફિલ્મની તમામ ટીમને શુભેચ્છા પાઠવી છે. અક્સર ફિલ્મને લઇને યુવા પેઢી ઉત્સુક છે. કારણ કે યુવા પેઢીને જે પ્રકારની ફિલ્મો પસંદ પડે છે તેવી આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે જેમાં કેટલાક બોલ્ડ અને સેક્સી સીન રહી શકે છે. ફિલ્મને લઇને ઝરીન પણ આશાવાદી છે. ઝરીન માં તમામ કુશળતા હોવા છતાં ફ્લોપ સાબિત થઇ રહી છે, તેની પાસે હાલમાં નહીંવત જેવી ફિલ્મો છે.

Related posts

વધુ એક નિધન, મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટરે કરી આત્મહત્યા, જાણો કોણ છે એ

editor

राम मंदिर पर फिल्म बनाएंगी कंगना

aapnugujarat

चाहती हूं, धरती से डांसर का वजूद खत्म हो जाए : सपना चौधरी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1