Aapnu Gujarat
मनोरंजन

સુચિત્રા અને અબુ આઝમી વચ્ચે અજાન અંગેનો વિવાદ વધુ વકર્યો

મશહૂર સિંગર સોનુ નિગમ બાદ હવે ફિલ્મ અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિએ મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર પર થતી અજાન સામે ટિ્‌વટ કરીને વિરોધ નોંધાવ્યો છે. સુચિત્રા કૃષ્ણમૂર્તિના આ ટિ્‌વટ પર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીની વિરોધ પ્રતિક્રિયા બાદ બંને વચ્ચે અજાન વિવાદ વધુ વકર્યો છે. અબુ આઝમીએ વધુમાં જણાવ્યું હતું કે અજાનની ટીકા કરવી એ આજકાલ એક ફેશન બની ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં આખી રાત ભજન-કીર્તન ચાલે છે તેનો કોઇ વિરોધ કરતું નથી.અબુ આઝમીના આ નિવેદન પૂર્વે સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પોતાના ટિ્‌વટમાં લખ્યું હતું કે વહેલા પરોઢિયે હજુ હું ઘરે જ પહોંચી છું ત્યાં આક્રમક અને કાન ફાડી નાખે તેવા અજાનના અવાજો સંભળાઇ રહ્યા છે.
સુચિત્રા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે અબુ આઝમી આવા જ છે અને અગાઉ પણ આવી જ અર્થ વગરની વાતો રજૂ કરી ચૂકયા છે. તેઓ પોતાની પુત્રવધૂ અંગે પણ બોલી ચૂક્યા છે. કોઇએ તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરી નથી અને અજાનની વાત કરીએ તો તેનાથી સૌ કોઇને મુશ્કેલી પડે છે અને બધાંએ સાથે મળીને તેનો કોઇ ઉકેલ લાવવો જોઇએ. સાથે જ સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અબુ આઝમીને અલંકૃતા શ્રીવાસ્તવની વિવાદિત ફિલ્મ લિપસ્ટિક અંડર માય બુરખા જોવાની સલાહ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અજાન વિરુદ્ધ સોનું નિગમે પણ ૧૭ એપ્રિલે ત્રણ ટિ્‌વટ કર્યા હતા.

Related posts

દયાભાભી વગર શોમાં કશો જ ફેર નથી પડતો : આસિત મોદી

editor

નવી ડોન ફિલ્મમાં દિપિકા પાદુકોણ કામ કરનાર નથી

aapnugujarat

હજુ અભિનેત્રી માટે કોમિક રોલ વધારે નથી : પરિણિતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1