Aapnu Gujarat
मनोरंजन

દયાભાભી વગર શોમાં કશો જ ફેર નથી પડતો : આસિત મોદી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને ૨૮ જુલાઈના રોજ એટલે કે આજે ૧૨ વર્ષ પૂરા થયા છે. ૧૨ વર્ષથી આ શો લોકોને ખડખડાટ હસાવવામાં સફળ રહ્યો છે. ત્યારે હાલમાં કોરોનાનો કહેર હોવાના કારણે આસિત મોદીએ આ ખુશી પર કોઈપણ પ્રકારની ઉજવણી ન કરવાનું નક્કી કર્યું છે. પરંતુ દયાભાભીને લઈને એક વાત એવી કરી કે જેનાથી દિશા વાકાણીને ફેન્સને ખોટું લાગી શકે છે. આસિત મોદીએ એક વેબ પોર્ટલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે સીરિયલને ૧૨ વર્ષ પૂરા થયા છે. આ વાત મારા માટે અમે સમગ્ર ટીમ માટે ખુશીની છે.
આ દિવસને અમે ‘હસો તથા હસાવો’ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આ વખતે કોવિડ ૧૯ને ધ્યાનમાં રાખીને સેલિબ્રેશન વધારે નહીં કરીએ, માત્ર કેક કાપીને ઉજવણી થશે, પરંતુ અમારો ઉત્સાહ એવો જ રહેશે. હું ચાહકોનો આભાર માનું છું. અમારો હંમેશાં પ્રયાસ રહેશે કે આગામી એપિસોડમાં અમે દર્શકોને વધુ હસાવી શકીએ. દિશા વાકાણી વિશે વાત કરતાં આસિત મોદીએ કહ્યું હતું કે, દયાબેનના પાત્રને લઈને હાલમાં કોઈ સમાચાર નથી. સાચું કહું તો આ પાત્ર વગર પણ શો અઢી વર્ષ સારો ચાલ્યો છે.
દયાભાભી વગર પણ શોની લોકપ્રિયતામાં સહેજ પણ ફેર પડ્યો નથી. દર્શક સમજે છે કે અમે દિશા વાકાણીને પરત લાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છીએ. જોકે, તે નહીં આવે તો શો બંધ થશે નહીં. દર્શકોએ દયાભાભી વગર પણ શોને પ્રેમ આપ્યો છે. આગળ વાત કરી કે, દિશા શોમાં આવે કે ના આવે તે હવે ચર્ચા કરવાનો વિષય જ નથી. જો તે ફરી આવે છે તો અમારા માટે ખુશીની વાત છે, બાકી જો ના આવવું હોય તો એના વગર પણ શો ચાલે જ છે. અમે બીજી દયાભાભી લાવીને અમારું કામ ચાલુ રાખીશું.

Related posts

भोजपुरी अभिनेत्री अनुपमा पाठक ने मुंबई में खुदकुशी की

editor

सोनम-अनिल कपूर की फिल्म का टीजर रिलीज

aapnugujarat

શ્રુતિ હસનની ‘શાબાશ નાયડુ’ નવેમ્બરમાં રજૂ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1