Aapnu Gujarat
ब्लॉग

હવે પત્રકારોની નહી પડે જરૂર, ગુગલ લખશે ન્યૂઝ કોપી

આમ તો દુનિયાભરમાં પત્રકારો જ વર્તમાનપત્રોમાં અહેવાલ લખતા હોય છે. પરંતુ હવે પત્રકારને બદલે સોફ્ટવેર આ કામ કરતા નજરે પડશે. આવા સોફ્ટવેરને બનાવવા માટે સર્ચ એન્જિન ગુગલે બ્રિટનની ન્યૂઝ એજન્સી સાથે હાથ મિલાવ્યા છે. યુકેની ન્યૂઝ એજન્સી પ્રેસ એસોસિએશનને ગુગલે પાંચ પોઇન્ટ વીસ કરોડની ગ્રાન્ટ આપી છે. આ ખાસ સોફ્ટવેરનુ નામ રડાર એટલે કે ‘રિપોર્ટસ એન્ડ ડેટા એન્ડ રોબોટ્‌સ’ છે.
અત્યાર સુધીની કામગીરીમાં આ સોફ્ટવેર સરકારી એજન્સીઓ, સ્થાનિક સંસ્થાઓ અને અન્ય સ્ત્રોતોથી મળેલી જાણકારીના આધારે અહેવાલ લખી શકે છે.‘
ધી ગાર્ડિયન’ અખબારના અહેવાલ પ્રમાણે હાલમાં આ સોફ્ટવેર મહિનામાં ત્રીસ હજારથી વધુ અહેવાલ લખવામાં સક્ષમ છે. આવનારા ર૦૧૮ સુધીમાં આ સોફ્ટવેરના સંપૂર્ણ ટેસ્ટિંગ સાથે લોંચ કરાય તેવી શક્યતા છે. જોકે આ સોફ્ટવેટરથી લખાયેલા અહેવાલોમાં ભૂલ સુધારવા અને એડિટ કરવા માટે પત્રકારોની જરૂર પડશે. પ્રેસ એસોસિએશનના ચીફ એડિટર પીટર ક્લિફ્ટનનું માનવું છે કે આ સોફ્ટવેરથી પત્રકારનો જમાનો પૂરો નહીં થાય પંરતુ તેમની સંખ્યામાં ઘટાડો જરૂર થશે.

Related posts

વાજપેયી અને કરુણાનિધિ : યુગ પ્રવર્તકોની વિદાય

aapnugujarat

अलविदा 2022: इस साल SC को मिले तीन CJI, कई अहम मुद्दों पर सुनाया ऐतिहासिक फैसला, कॉलेजियम पर केंद्र से रहा विवाद

aapnugujarat

રોકાણોને લીધે થયેલાં નુકસાનથી બચવા ૨૦૧૮માં ધ્યાન રાખો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1